________________
જે મહાત્મા બાર તપ, પાંચ મહાવ્રત, મૂલગુણ અને ઉત્તર ગુણથી શુદ્ધ છે, સંયમ અને સય્યદર્શનરૂપ ગુણથી નિર્મળ છે, અને આત્મિગુણેથી શુદ્ધ છે તેની જ આવી શુદ્ધ દીક્ષા કહી છે.
(૭) શ્રી કુન્દકુન્દ્રાચાર્ય ભાવપાહુડમાં કહે છે – वाहिरसंगचाओ गिरिसरिदरिकंदराइ आवासो । सयलो णाणमयणो णिरत्थओ भावरहियाणं ॥८९॥
જેમના ભાવમાં શુદ્ધ આત્માને અનુભવ નથી તેમને બાહ્ય પરિગ્રહત્યાગ, પર્વત, ગુફા, નદીતટ, કંરા આ સ્થાનમાં વાસ કરે તથા જ્ઞાન ધ્યાન અને આગનું ભણવું સર્વ નિરર્થક છે. भावविसुद्धिणिमित्त वाहिरगंथस्स कीरए चाओ। वाहिरचाओ विहलो अन्भतरगंथजुत्तस्स ॥३॥
બાહ્ય પરિગ્રહનો ત્યાગ,ભાવની શુદ્ધતાનું નિમિત્ત કારણ હોવાથી કરવામાં આવે છે, જે અંતરંગ પરિણામોમાં કષાય છે અથવા મમત્વ છે તે બાહ્ય ત્યાગ નિષ્ફળ છે.
भावरहिएण सपुरिस अणाइकालं अणंतसंसारे । गहिउल्झियाई वहुसो वाहिरणिग्गंथरूवाई ॥१॥
શુદ્ધ ઉપયોગમય ભાવ પામ્યા વિના હે ભવ્ય જીવ! તે અનાદિ કાળથી અત્યાર સુધીમાં આ અનંત સંસારમાં બહુ વાર બાહ્ય નિર્ચ ભેખ ધારણ કરી કરીને છેડયા છે.
भावेण होइ लिंगी णहु लिंगी होइ दुव्वमित्तेण । तम्हा कुणिज्ज भावं किं कीरइ दवलिंगेण ॥४८॥
ભાવ સહિત વધારીને સાધુ કહેવાય છે. માત્ર દ્રવ્ય લિંગથી કે વેષમાત્રથી સાધુ થઈ શકાતું નથી. એટલા માટે ભાવરૂપ સાધુપણને અથવા શુદ્ધ ઉપયોગને ધારણ કર. ભાવ વિના વ્યલિંગ કંઈ કરી શકતું નથી.