________________
૫૮૭
સાગાર અથવા શ્રાવકનું એક દેશ ચારિત્રઃ-અનગાર (સાધુ)નું ચારિત્ર જેમ પાંચ મહાવ્રત છે તેમ સાગારનું એક દેશ ચારિત્ર અણુવતપાલન છે. મહાવ્રત અને અણબતમાં અંતર આ પ્રમાણે જાણવું ચોગ્ય છે કે જો સો અંશ મહાવ્રતના કરીએ તે તેમાંથી એક રહેવા દઈ ૯૯ અંશ સુધી અણુવ્રત છે, સો અંશ મહાવ્રત છે.
પાંચ અણુવ્રત-જેમાં સંકલ્પી હિંસાને ત્યાગ હેય, આરંભી હિસાને ત્યાગન હોય તે અહિસા અણુવ્રત છે. અહિસા અણુવ્રતધારી રાજ્યકાર્ય, રાજ્યપ્રબંધ (વ્યવસ્થા), દેશ રક્ષણાર્થે યુદ્ધ, સજજન પાલન, દુર્જન દમન, કૃષિ, વાણિજ્ય, શિલ્પાદિ સર્વ આવશ્યક ગૃહસ્થનાં કર્મને કરી શકે છે. સમુદ્રયાત્રા (દરિયાઈ મુસાફરી) પરદેશગમન આદિ પણ કરી શકે છે તે સંકલ્પી હિંસાથી બચે છે. શિકાર રમતા. નથી, માંસ ખાતા નથી, માસ માટે પશુવધ કરાવતા નથી. જે અસત્યથી રાજ્ય તરફથી શિક્ષા થાય–જે બીજાઓને ઠગવા માટે વિશ્વાસઘાત માટે બોલવામાં આવે એવાં વચન ન કહેવાં અને પ્રિય હિતકારી સજજનેને યોગ્ય વચન કહેવાં તે સત્ય અણુવ્રત છે. એવા શ્રાવક જે વચનથી કલહ થાય, હિંસાની પ્રવૃત્તિ થાય, બીજાનું અહિત થાય તેવું સત્ય વચન પણ બોલતા નથી. ન્યાય અને ધર્મની પ્રવૃત્તિમાં હાનિ ન આવે, તેમજ વૃથા કોઈ પ્રાણીને વધ ન થાય, તેને કષ્ટ ન પહેચે, એ સર્વ વાતને વિચાર કરીને મુખમાંથી વચન કાઢે છે.
પડી ગએલી કે ભૂલથી રહી ગએલી કેઈની વસ્તુને નહિ લેવી તે અચૌર્ય અણુવ્રત છે. વિશ્વાસઘાત કરીને, ચોરી કરીને, ધમકી દઈને, વધ કરીને કેાઈની સંપત્તિને શ્રાવક હરતો નથી. ન્યાયપૂર્વક અલ્પ ધનમાં પણ સ ષ રાખે છે. અન્યાયથી સંઘરેલા ઘણુ ધનની ઈચ્છા કરતા નથી. જે વસ્તુ લેવાની રાજા કે પ્રજા તરફથી મનાઈ ન હોય તે જ વસ્તુઓને પૂછયા વગર લે છે. જેમકે નદીનું પાણી,
થાય તે આ
વિચાર કરી
અને વસ્તુને