________________
૫૮૨
(૩) વિધી–દુષ્ટ દ્વારા અથવા શત્રુધારા આક્રમણ કરવામાં આવે ત્યારે તેથી પિતાની, પિતાના કુટુંબની, પિતાના માલની, પિતાના દેશની રક્ષા માટે અન્ય કેઈ ઉપાય ન હોય ત્યારે તેમને મારી હાંકી કાઢવામાં થાય છે.
અહિંસા મહાવતી સંકલ્પી અને આરંભી એ બે પ્રકારની હિંસાને ત્યાગ કરી દે છે. ત્રસ અને સ્થાવર સર્વની રક્ષા કરે છે, ભાવોમાં અહિંસાત્મક ભાવ પાળે છે. કષાયભાવથી પિતાની રક્ષા કરે છે.
સત્ય મહાવ્રત–માં ચાર પ્રકારનું અસત્ય બોલતા નથી. (૧) જે વસ્તુ હેય તેને નથી એમ કહેવું, (૨) જે વસ્તુ ન હોય તેને છે એમ કહેવું, (૩) વસ્તુ હોય તેના કરતાં બીજી કહેવી, (૪) અને ગહિંત, અપ્રિય અને હિંસક વચન બેલવાં, કોર, નિંદનીય ગાળાને શબ્દ અથવા હિંસામયી આરંભ વધારનારાં વચન કહેવાં. મહાવતી સાધુ સદાય હિત મિત મિષ્ટ વચન શાસ્ત્રોકત જ બેસે છે.
અચીય મહાવ્રત –એમાં આપ્યા વિના કેઈની કાંઈ પણ વસ્તુ ગ્રહણ કરાતી નથી. પાણું, માટી, અને જંગલનાં પાઠાં પણ આપ્યા વગર લેવાતાં નથી.
બ્રહ્મચર્ય મહાવ્રત –મન વચન કાયાથી અને કૃત, કારિત, અનુમોદનથી કદી પણ કુશીલનું સેવન કરતા નથી. કામભાવથી પિતાનાં પરિણામોની રક્ષા કરે છે.
પરિગ્રહત્યાગ મહાવ્રત–માં મૂછભાવનો ત્યાગ કરે છે. ચોવીસ પ્રકારના પરિગ્રહોને ત્યાગે છે. ચૌદ અંતરંગ વિભાવભાવમિથ્યાદર્શન, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુવેદ, નપુંસકવેદ, અને દશ પ્રકારના બાહ્ય પરિગ્રહ-ક્ષેત્ર, મકાન, ચાંદી, સેનું, ધન (ગાય આદ), ધાન્ય, દાસ, દાસી, કપડાં, વાસણ,