________________
પ૭૯
વ્યવહાર સમ્યફચારિત્રની સહાયતાથી જેટલે જેટલે મન અને ઈદ્રિયો ઉપર વિલાભ કરાય, જેટલી જેટલી મન વચન કાયાની પ્રવૃત્તિને રોકાય, જેટલી જેટલી ઈચ્છાને ઘટાડાય, એટલે જેટલો જગતના ચેતન અચેતન પદાર્થોને સપર્ક કે સોગ દૂર કરાય, જેટલી જેટલી મમતા ઘટાડાય, જેટલી જેટલી સમતાની વૃદ્ધિ કરાય, તેટલાં તેટલાં નિશ્ચય સમ્યફચારિત્રને પ્રકાશનાં સાધન બનતાં જાય છે. એટલા માટે વ્યવહાર સમ્યક્યારિત્રની આવશ્યક્તા છે.
વ્યવહારસમ્યફચારિત્ર –જે મૂળ ચારિત્ર તે ન હોય પરંતુ ચારિત્રના પ્રકાશમાં સહાયક હોય તેને જ વ્યવહાર ચારિત્ર કહે છે. જો કે વ્યવહાર ચારિત્ર પાળે, પરંતુ તે વડે નિશ્ચય સમ્યફચારિત્રને લાભ ન પામી શકે છે તે વ્યવહાર ચારિત્ર યથાર્થ કહેવાય નહિ, સમ્યફ કહેવાય નહિ; જેમ કેઈ વેપાર ધંધે તે ઘણો કરે પરંતુ ધનને લાભન કરી શકે તે તે વેપારને યથાર્થ વેપાર કહેવાય નહિ,
જેમ કેાઈ જનાદિ સામગ્રી તે એકઠી કરે પરંતુ રસોઈ બનાવીને પેટમાં ભોજન ન પહોંચાડી શકે તે તેને આર ભ યથાર્થ કહેવાય નહિ. જ્યાં નિશ્ચય સમ્યક્ષ્યારિત્રરૂપ સ્વાત્માનુભવ ઉપર લક્ષ, છે, એને જ જતા છે, એમાં રમણતાને પ્રેમ છે અને તેથી તેનાં નિમિત્ત સાધનને સંગ્રહ કરવામાં આવે છે તે તેને વ્યવહાર સમકચારિત્ર કહેવાય છે. વ્યવહાર સમ્યફચારિત્ર બે પ્રકારનું છે એક અણગાર અથવા સાધુચારિત્ર બીજુ સાગાર અથવા શ્રાવક ચારિત્ર,
અનગાર કે સાધુચારિત્ર:–અહીં સંક્ષેપથી સામાન્ય કથન કરાય છે. આ પ્રાણી ક્રોધ, માન, માયા, લેભ એ કષાને વશ થઈ રાગીણી થઈને પિતાને સ્વાર્થ સાધવા માટે પાંચ પ્રકારનાં પાપકર્મ કર્યા કરે છે. હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મ અને પરિગ્રહ (ધન ધાન્યાદિમાં મૂછ) એને પૂર્ણ ત્યાગ કર એ સાધુનું ચારિત્ર છે. તેના પૂર્ણ ભાગને મહાવ્રત કહે છે. એની દઢતા માટે પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિનું પાલન કરવામાં આવે છે. તેથી તેર