________________
૫૫૧
सर्वज्ञः सर्वदर्शी भवमरणजरातंकशोकव्यतीतो । लब्धात्मीयस्वभावः क्षतसकलमलः शश्वदात्मानपायः ॥ दक्षैः संकोचिताक्षैर्भवमृतिचकितैर्लोकयात्रानपेक्षैः । नष्टाबाधात्मनीनस्थिर विशदसुखप्राप्तये चिंतनीयः ॥ १२० ॥
પરમાત્મા સર્વાંન છે, સંદી છે, જન્મ, મરણ, જરા, રાગ, શાક આદિ દાષાથી રહિત છે, પાતાના સ્વભાવથી પૂર્ણ છે, સ કમલરહિત છે, નાશ રહિત નિત્ય છે. જે લેા ચતુર છે, ઇન્દ્રિ યેાના વિજયી છે, જન્મ મરણથી ભયભીત છે અને સસારના પરિભ્રમણને ચાહતા નથી, તેમણે આવા શુદ્ધ આત્માનું ચિંતવન, બાધા રહિત, અતીન્દ્રિય, સ્થિર અને શુદ્ધ સુખની પ્રાપ્તિ માટે કરવું ચેગ્ય છે. નિશ્ચયથી આપણા આત્મા પણ એવા જ છે. આપણા આત્માને પણ પરમાત્મા સમાન જાણીને સદા અનુભવ કરવા જોઈએ કે જેથી સહજ સુખના લાભ થાય.
(૨૫) શ્રી પદ્મનદિમુનિ સિદ્ધસ્તુતિમાં કહે છેઃ—
स्याच्छब्दामृतगर्भितागममहारत्नाकरस्नानतो धौता यस्य मतिः स एव मनुते तत्त्वं विमुक्तात्मनः । तत्तस्यैव तदेव याति सुमतेः साक्षादुपादेयतां भेदेन स्वकृतेन तेन च विना स्वं रूपमेकं परम् ॥ १४ ॥
જે પુરુષની મતિ સ્યાદ્વાદરૂપી અમૃતથી ભરેલા આગમ રૂપી મહાસમુદ્રમા સ્નાન કરવાથી ધાવાયલી–શુદ્ધ બની છે, તે જ શુદ્ધ કે મુક્ત આત્માના યથાર્થ સ્વરૂપને જાણે છે, તથા તે જ તે સ્વરૂપને ગ્રહણુ કરવા યાગ્ય સાક્ષાત્ માને છે. વ્યવહારથી સિદ્ધમાં અને સસારીમાં ભેદ કરાય છે. જો નિશ્ચયથી આ ભેદને દૂર કરી દેવામાં આવે તા સિદ્ધ સ્વરૂપ છે તેજ આ આપણા આત્માના સ્વભાવ છે, તેના જ અનુભવ કરવા ચેાગ્ય છે.