________________
પ૭૨
અધ્યાય નવમો સચ્ચારિત્ર અને તેનું માહામ્ય આટલી વાત આગળ આવી ગઈ કે આ સંસાર અસાર છે, દુઓને સાગર છે, શરીર અપવિત્ર અને નાશવંત છે, ભોગ અતૃપ્તિકારી અને આકુળતામય છે. અતીન્દ્રિય સહજસુખ જ ગ્રહણ કરવા ચોગ્ય સાચું સુખ છે. એ સુખ આત્માને જ સ્વભાવ છે. એટલા માટે સહજ સુખનું સાધન આત્માનુભવ કે આત્મધ્યાન છે. આ આત્માનુભવને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની એકતા. કહે છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું નિશ્ચયનય તથા વ્યવહારનયથી કંઈક સ્વરૂપ આગળ કહેવાઈ ગયું છે. હવે આ અધ્યાયમાં સમ્યફચારિત્રનું કંઈક કથન સંક્ષેપથી કરાય છે.
નિશ્ચયનયથી સમ્યકુચારિત્ર:-પિતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત કરવી, રાગદ્વેષ મેહના વિકલ્પોથી રહિત થઈ જવું તે નિશ્ચય સમ્મચારિત્ર છે. આત્માના સ્વભાવને જે વિચાર કરવામાં આવે તો તે શુદ્ધ અખંડ જ્ઞાનાનંદમય દ્રવ્ય છે. તે જ પરમાત્મા, તે જ ભગવાન, તે જ ઈશ્વર, તે જ પરબ્રહ્મ, તે જ પરમ જ્યોતિ સ્વરૂપ છે. તેને એ સ્વભાવ કદી મટો નથી, મટતો નથી, મટવાને નથી, તે આત્માના સ્વભાવમાં કઈ બંધ નથી કે જેથી મુક્તિ કરવાની કલ્પના હેય, કેઈ રાગાદિ ભાવ નથી કે જેને મટાડવાના હે; કઈ જ્ઞાનાવરણાદિ કર્મ નથી કે જેથી છૂટવાનું હોય, કે શરીરાદિ કેઈ ને કર્મ નથી કે જેની સંગતિ દૂર કરવાની હોય,
આ આત્મા વિકારે રહિત યથાર્થ એક જ્ઞાયક સ્વરૂપ પરમ શુદ્ધ સમયસાર છે; સ્વસમય છે, નિરાબાધ છે, અમર્તિક છે, શુદ્ધ નિશ્ચયનયથી એમાં કઈ સાધનની આવશ્યકતા નથી. તે સદાય સહજાનદસ્વરૂપ છે. ત્યાં સહજ સુખનાં સાધનની કઈ કલ્પના નથી. આ સર્વ દ્રવ્યાર્થિક નયથી શુદ્ધ દ્રવ્યને વિચારે છે. આ દૃષ્ટિએ કઈ પણ