________________
પ૭૫
સાધન અને મુક્તિનો માર્ગ માને છે. એ જ જૈન સિદ્ધાંતનો સાર છે. તેથી નિશ્ચય સમ્યફચારિત્રના લાભની આવશ્યકતા છે, સ્વાત્મરમણની જરૂર છે, આત્મધ્યાન કરવું યોગ્ય છે. એનું સ્વરૂપ પહેલાં બતાવી ગયા છીએ. આત્માનું યથાર્થ જ્ઞાન અને શ્રદ્ધા થવાથી જેટલું અંશે સ્વરવરૂપમાં સ્થિરતા, એકાગ્રતા, તન્મયતા થાય તે નિશ્ચય સમ્યફચારિત્ર છે.
જૈન સિદ્ધાંત એટલા માટે સ્વાત્માનુભવની શ્રેણીઓ બતાવીને અવિરત સમ્યગ્દષ્ટિના સ્વાત્માનુભવને બીજના ચંદ્રમા તુલ્ય કહ્યો છે. તે પાંચમા દેશવિરત ગુણસ્થાનમાં અધિક પ્રકાશિત થાય છે. છઠ્ઠા પ્રમતવિરતમા એથી અધિક, અપ્રમત્ત વિરતમાં તેથી અધિક, શ્રેણીમાં તેથી અધિક, ક્ષીણમેહ ગુણસ્થાનમાં તેથી અધિક, અને સગી કેવલી પરમાત્માને પુર્ણિમા (પૂર્ણમાસી)ના ચદ્ર સમાન સ્વાત્માનુભવ પ્રકાશિત થઈ જાય છે. આ સ્વાનુભવને જ ધર્મધ્યાન તથા શુકલધ્યાન કહે છે. તેને શુદ્ધ વેગ કહે છે. તેને કારણસમયસાર કહે છે. પરમાત્માના સ્વાનુભવને કાર્યસમયસાર કહે છે. તેને સહજ સુખ સાધન કહે છે. પરમાત્માના સ્વાનુભવપૂર્ણ અનત સુખને સહજ સુખ સાધ્ય કહે છે.
વસ્તુતાએ મન વચન કાયાની ચચળતા રાગદ્વેષ મેહ અને કષાયેના રંગથી રંગાએલી હોવાથી સ્વાત્માનુભવમાં બાધક છે. જેટલી જેટલી એ ચંચળતા મટતી જાય છે તેટલી તેટલી જ વાત્માનુભવની કળા અધિક અધિક પ્રકાશતી જાય છે. જેમ પવનના ઝપાટાથી સમુદ્ર ભિત થવાથી સ્થિર રહેતું નથી. જેટલા જેટલા પવનના ઝપાટા ઓછા થતા જાય છે તેટલું તેટલું ક્ષોભપણુ પણ ઓછું થતું જાય છે, જ્યારે પવનને સંચાર બિલકુલ રહેતો નથી, ત્યારે સમુદ્ર બિલકુલ સ્થિર થઈ જાય છે, તેમ રાગદ્વેષ અને કષાયના ઝપાટા જેટલા જેટલા અધિક હોય છે. તેટલું જ આત્માના ઉપગરૂપી જળ ભિત અને ચંચળ રહે છે. એટલે જે કષાયોને ઉલ્ય