________________
પ૭૪
સ્વાદિષ્ટ છે. પરંતુ જ્યાં સુધી તે મિષ્ટપદાર્થોનું સેવન તે એકાગ્ર થઈને ન કરે ત્યાં સુધી તેની શ્રદ્ધા અને જ્ઞાન કાર્યકારી નથી.
એક માનવની સામે પુપે પડ્યાં હેય. તે જાણતો હોય અને શ્રદ્ધા રાખતો હોય કે તે સુંઘવાયેગ્ય છે. સુંઘવાથી ચિત્ત પ્રસન્ન થશે. પરંતુ જે તે સાથે નહિ તે તેનું જ્ઞાન અને શ્રદ્ધા કંઈ પણ કામનાં નથી. એક માણસને શ્રદ્ધા છે તથા જ્ઞાન છે કે મુંબઈનગર જોવા લાગ્યા છે, પરંતુ જ્યાં સુધી તે મુંબઈ જઈને દેખે નહિ ત્યાં સુધી તેનું જ્ઞાન અને શ્રદ્ધા સફળ ન થાય.
એક માનવને શ્રદ્ધા અને જ્ઞાન છે કે લાલા રતનલાલજી સારું મહિર ગાવાનું, બજાવવાનું જાણે છે, બહુ સારા ભજન ગાય છે.
જ્યાં સુધી તે સાંભળવાની ગોઠવણ ન કરવામાં આવે ત્યાં સુધી ગાવા બજાવવાનું જ્ઞાન અને શ્રદ્ધા ઉપચાગમાં આવી શકતાં નથી. ચારિત્ર વિના જ્ઞાન અને શ્રદ્ધાનું સફળપણું નથી.
એક મદિર પર્વતના શિખર ઉપર છે. આપણને એવી શ્રદ્ધા અને જ્ઞાન છે કે તે મંદિરમાં પહોંચવું જોઈએ અને તેને માર્ગ આ પ્રકારે છે, આ પ્રકારે ચાલીશું તો અવશ્ય મંદિરમાં પહોંચી જઈશું. પરંતુ આળસુ બની બેસી રહીએ, ચાલવાને પુરુષાર્થ ન કરીએ તે કદાપિ પર્વતના મદિરમાં પહોંચી શકીશું નહિ. જે કાઈ અયથાર્થ તત્વજ્ઞાની પિતાને પરમાત્માવત જ્ઞાતા દષ્ટા અકર્તા અભક્તા બંધ મેક્ષ રહિત માનીને, શ્રદ્ધા કરીને, જાણીને જ સંતુષ્ટ થઈ જાય છે અને સ્વચ્છ દે કરી રાગદ્વેષ વધારે તેવાં કાર્યોમાં પ્રવૃત્તિ રાખે છે, અને કદી પણ આત્માનુભવનાં કે આત્મધ્યાનનાં સાધન કરતા નથી તે કદી પણ પોતાની શ્રદ્ધા કે જ્ઞાનનું ફળ પામી શકતા નથી. તે કદી પણ સહજ સુખને લાભ પામી શકતા નથી. તે કદી પણ કર્મોથી મુક્ત સ્વાધીન થઈ શકતા નથી.
યથાર્થ તત્ત્વજ્ઞાની સ્વતત્વમાં રમણતાને જ મુખ્ય સહજ સુખનું