________________
પ૭૩
સાધનની જરૂર નથી. પરંતુ પર્યાયાર્થિક નય કે પર્યાયની દૃષ્ટિએ
જ્યારે જોવામાં આવે છે ત્યારે બરાબર જણાય છે કે આ સંસારી આત્માની સાથે તેજસ કામણ એ બે સૂક્ષ્મ શરીર પ્રવાહરપથી સાથે સાથે ચાલ્યાં આવે છે. આ કાણુ શરીરનાં કારણોથી રાગદ્વેષ, મેહ આદિ ભાવમાં જોવામાં આવે છે અને ઔદારિક વક્રિયિક, આહારક કે અન્ય બાહ્ય સામગ્રીરૂપ નેકમને સંયોગ છે.
આ અવસ્થાને કારણે જ આ જીવને જન્મ મરણ કરવાં પડે છે, સુખદુઃખની જાળમાં ફસાવું પડે છે, વારંવાર કમબંધ કરીને તેનું ફળ ભોગવતાં આ સંસારમાં સંસરણ (ભ્રમણ) કરવું પડે છે. આ પર્યાય દૃષ્ટિથી કે વ્યવહારનયથી સહજ સુખ સાધનને વિચાર છે, રત્નત્રયનું સાધન આ દષ્ટિથી કરવાની જરૂર છે. સમ્યગ્દર્શનથી આત્માનું સાચું સ્વરૂપ શ્રદ્ધામાં, પ્રતીતિમાં, રૂચિમાં દઢ થાય છે. સમ્યજ્ઞાનથી આત્માનું સ્વરૂપ સંશયાદિ રહિત પરમાત્મા સમાન સાતા દષ્ટા આનંદમય જાણવામાં આવે છે ત્યારે સમ્યક્યારિત્રથી તે શ્રદ્ધા તથા જ્ઞાન સહિત શુદ્ધ આત્મિકભાવમાં રમણતા કરાય છે, ચાલ્યુ જવાય છે, પરિણમન કરાય છે, સ્થિર થવાય છે. આ સમ્યફડ્યારિત્ર છે.
એટલા માટે ચારિત્રની ખાસ આવશ્યકતા છે. માત્ર શ્રદ્ધા છે જ્ઞાન કરીને જ કેઈએ સંતષિત થઈ જવું ન જોઈએ. પરંતુ ચારિત્રને અભ્યાસ કરવા જોઈએ. ચારિત્ર વિના શ્રદ્ધા અને જ્ઞાન ઇચ્છિતા ફળને આપી શકતા નથી.
એક મનુષ્યને શ્રદ્ધા અને જ્ઞાન છે કે આ મોતીની માળા છે, પહેરવા યોગ્ય છે, પહેરવાથી શોભા દેખાશે પરંતુ જ્યાં સુધી તે તેને પહેરશે નહિ ત્યા સુધી તેની શોભા દેખાય નહિ. પહેર્યા વિના જ્ઞાન અને શ્રદ્ધા વ્યર્થ છે. એક માણસની સામે સ્વાદિષ્ટ પકવાન બરફી, પૈડા, લાડૂ આદિ પદાર્થ રાખ્યા છે, તે એવું જ્ઞાન અને શ્રદ્ધા રાખે છે કે, આ સેવવા ગ્ય છેએનું સેવન લાભકારી છે,