________________
પપ૪
ભાવથી ભિન્ન છે એમ ગીગણ જાણે છે. તેમની અંદર ભેદજ્ઞાનની વૃદ્ધિ થાય છે ત્યારે હું સુખી છું અથવા હું દુખી છું એ વિકલ્પ તેમના મનમાં કેવી રીતે હોઈ શકે?
(૨૯) શ્રી કુલભદ્રાચાર્ય સારસમુચ્ચયમાં કહે છે :ज्ञानभावनया जीवो लभते हितमात्मनः । विनयाचारसम्पन्नो विषयेषु पराङ्मुखः ॥ ४ ॥
આ જીવ પાંચ ઇન્દ્રિયના વિષયોથી વિરક્ત થઈને વિનય અને આચાર સહિત, જ્ઞાનની ભાવનાથી આત્મકલ્યાણને પ્રાપ્ત કરે છે.
आत्मानं भावयेन्नित्यं ज्ञानेन विनयेन च । मा पुनम्रियमाणस्य पश्चात्तापो भविष्यति ॥ ५ ॥
હે ભવ્ય જીવ! નિત્ય આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના જ્ઞાનસહિત વિનયપૂર્વક કરે, નહિ તે મરણ સમયે બહુ પશ્ચાત્તાપ થશે કે કંઈ કરી શક્યો નહિ. મરણને સમય ચોકકસ નથી માટે આત્મજ્ઞાનની ભાવના સદા કરવા એગ્ય છે. नृजन्मनः फलं सारं यदेतज्ज्ञानसेवनम् । अनिगृहितवीर्यस्य संयमस्य च धारणम् ।। ७ ॥
મનુષ્ય જન્મને સાર કે સફળતા તે ત્યારે જ છે કે જ્યારે સમ્યજ્ઞાનની ભાવના કરવામાં આવે અને પોતાના વીર્યને ગાપચ્યા (છૂપાવ્યા) સિવાય સંયમને ધારણ કરવામાં આવે.
ज्ञानाभ्यासो सदा कार्यों ध्याने चाध्ययने तथा । તપતો રક્ષણ ચવ ચીદ્ધિતમામ / ૧ / ;
હે ભાઈ! જો તમે પિતાના આત્માનું હિત ચાહતા હે, તે ધ્યાન અને સ્વાધ્યાય દ્વારા સદાય જ્ઞાનનું મનન કરે અને તપની રક્ષા કરે.
ज्ञानादित्यो हृदिर्यस्य नित्यमुद्योतकारकः । तस्य निमलतां याति पंचेन्द्रियदिगङ्गना ॥ १० ॥