________________
પપ૩
सुप्त एष बहुमोहनिद्रया दीर्घकालमविरामया जनः । • शास्त्रमेतदधिगम्य सांप्रतं सुप्रबोध इह जायतामिति ॥ ४६॥
આ માનવ દીર્ધકાલથી લાગલગટ મોહરૂપી નિદ્રામાં સુઈ રહ્યો છે. હવે તે તેણે આ અધ્યાત્મશાસ્ત્રને સમજીને આત્મજ્ઞાનને જાગ્રત કરવું જોઈએ. . *
(ર૭) શ્રી પદ્મનદિમુનિ નિશ્ચયપચાશમાં કહે છે – व्यवहतिरबोधजनबोधनाय कर्मक्षयाय शुद्धनयः । स्वार्थ मुमुक्षुरहमिति वक्ष्ये तदाश्रितं किंचित् ॥ ८॥
વ્યવહારનય અજ્ઞાનીને સમજાવવા માટે છે, પરંતુ શુદ્ધ નિશ્ચયનય કર્મોનો ક્ષય કરવા માટે છે. એટલા માટે હુ મેક્ષ ઈચ્છક થઈને પિતાના આત્માના કલ્યાણને માટે તે શુદ્ધ નિશ્ચયનયને આશ્રિત કઈક કહીશ. हिंसोज्झित एकाकी सर्वोपद्रवसहो वनस्थोऽपि । तरुरिव नरो न सिद्धयति सम्यग्बोधाहते जातु ॥ १६ ॥
જે મુનિ અહિંસા ધર્મ પાળતા છતાં, સર્વ પ્રકારનાં કષ્ટોને કે ઉપસર્ગોને સહતાં છતાં વનમા એકલા રહે છે પરંતુ આત્મજ્ઞાનમય સમ્યજ્ઞાનથી રહિત છે તે તે મુક્ત થઈ શક્તા નથી. તે વનમાં વૃક્ષના જેવા જ રહેનારા છે.
(૨૮) શ્રી પદ્મનંદિમુનિ પરમાર્થ વિંશતિમાં કહે છે – यत्सातं यदसातमङ्गिषु भवेत्तत्कर्मकार्य ततस्तत्कमैव तदन्यदात्मन इदं जानन्ति ये योगिनः । ईहग्भेदविभावनाश्रितधियां तेषां कुतोहं सुखी दुःखी चेति विकल्पकल्मषकला कुर्यात्पदं चेतसि ॥ ११ ॥
પ્રાણુઓને સાતા અને અસાતા થાય છે તે કર્મોના ઉદયનું કાર્ય છે. એટલા માટે એ કાર્ય પણ કર્મરૂપ જ છે. તે આત્માના સ્વ