________________
૫૫૬
પુણ્યાત્મા તે છે કે જેને જન્મ ગુરુની સેવામાં વ્યતીત થાય છે, જેનું મન ધર્મધ્યાનના ચિંતવનમાં લીન રહે છે, તથા જેના શાસ્ત્રને અભ્યાસ સામ્યભાવની પ્રાપ્તિ માટે કામમાં આવે છે. नियतं प्रशमं याति कामदाहः सुदारुणः ।। ज्ञानोपयोगसामर्थ्याद्विपं मंत्रपदैर्यथा ॥ १३ ॥
જેમ મંત્રના પદેથી સપનું ઝેર ઊતરી જાય છે તેમ અતિ ભયાનક એ કામને દાહ પણ આત્મધ્યાન અને સ્વાધ્યાયમાં જ્ઞાને પગના બળથી નિયમથી શાંત થઈ જાય છે.
प्रज्ञाङ्गना सदा सेव्या पुरुषेण सुखावहा । हेयोपादेयतत्त्वज्ञा या रता सर्वकर्मणि ॥ २५८ ॥
પ્રજ્ઞા અથવા ભેદવિજ્ઞાનમય વિવેકબુદ્ધિ, સર્વ કાર્યોમાં ત્યાગવા એગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય તત્ત્વને જાણનારી છે, એટલા માટે દરેક પુરુષને ઉચિત છે કે આ સુખાકારી પ્રજ્ઞારપી સ્ત્રીનું સદા સેવન કરે. सत्येन शुद्धयते वाणी मनो ज्ञानेन शुद्धयति । गुरुशुश्रूषया कायः शुद्धिरेषः सनातनः ॥ ३१७ ॥
સત્ય વચનથી વાણીની શુદ્ધિ રહે છે, સમ્યજ્ઞાનથી મન શુદ્ધ રહે છે, ગુરુસેવાથી શરીર શુદ્ધ રહે છે આ શુદ્ધિને સનાતન માર્ગ છે.
(૩૦) શ્રી શુભચંદ્રાચાર્ય જ્ઞાનાર્ણવમાં કહે છે – त्रिकालगोचरानन्तगुणपर्यायसंयुताः । यत्रभावास्फुरन्त्युच्चस्तज्ज्ञानं ज्ञानिनां मतम् ॥ १-७ ।।
જેમાં ત્રિકાળગોચર અનત ગુણ પર્યાય સહિત પદાર્થો અતિશયરૂપે પ્રતિભાસે છે તેને જ્ઞાનીઓએ જ્ઞાન કહ્યું છે. જ્ઞાન તે છે કે જે સર્વ સેને જાણી શકે अनन्तानंतभागेऽपि यस्य लोकश्चराचरः । अलोकश्च स्फुरत्युच्चस्तज्ज्योतियोगिनां मतम् ॥ १०-७ ॥