________________
૫૪૮
જેમ દૂધ અને પાણી જુદાં જુદાં છે એમ હંસ જાણે છે તેમ જ્ઞાન આત્મા અને પરને ભિન્ન ભિન્ન જાણે છે, જ્ઞાની પિતાની નિશ્ચલ ચૈતન્ય ધાતુમયી મૂર્તિમાં સદા દૃઢ નિશ્ચય રાખતા છતા માત્ર જાણે જ છે અન્ય કંઈ પણ કરતા નથી. ज्ञानादेव ज्वलनपयसोरोष्ण्यशैत्यव्यवस्था
ज्ञानादेवोल्लसति लवणस्वादभेदव्युदासः । ज्ञानादेव स्वरसविकसन्नित्यचैतन्यधातोः
क्रोधादेश्व प्रभवति भिदा भिन्दती कर्तृभावम् ।। १५-३॥ જ્ઞાનના પ્રતાપથી જ ગરમ પાણીમાં એમ ખબર પડે છે કે પાણીને સ્વભાવ શીતળ છે અને ઉષ્ણતા અગ્નિની છે. જ્ઞાનના જ પ્રતાપથી કેાઈ શાકમાં શાકને સ્વાદ મિત્ર અને મીઠાને સ્વાદ ભિન્ન ભાસે છે. જ્ઞાનને જ એ પ્રભાવ છે કે જેનાથી ક્રોધને હું કર્તા છું એવા અજ્ઞાનને નાશ થઈને એમ ભાસે છે કે હું ક્રોધાદિની કલુષતા (મલિનતા)થી ભિન્ન પિતાને આત્મિક રસથી નિત્ય ભરપૂર ચૈતન્ય ધાતુમય આત્મા માત્ર છું. ज्ञानवान खरसतोऽपि यतः स्यात्सर्वरागरसवजनशीलः । लिप्यते सकलकर्ममिरेषः कर्ममध्यपतितोऽपि ततो न ॥१७-७॥
સમ્યજ્ઞાની પિતાના સ્વભાવથી જ સર્વ રાગાદિ ભાવથી ભિન્ન પિતાને અનુભવ કરે છે. એટલા માટે કર્મોની મધ્યમાં પડી રહેલા છતાં કર્મબંધથી બંધાતા નથી. એ આત્મજ્ઞાનને મહિમા છે. अज्ञानी प्रकृतिस्वभावनिरतो नित्यं भवेद्वेदको ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचिद्वेदकः । इत्येवं नियमं निरूप्य निपुणैरज्ञानिता त्यज्यतां शुद्धैकात्ममये महस्यचलितैरासेव्यतां ज्ञानिंता ।। ५- १० ॥ ' અજ્ઞાની સહાય કર્મની પ્રકૃતિના સ્વભાવમાં અર્થાત જેવા