________________
૫૭
જ્ઞાનને બહુમાન અને આદરપૂર્વક ગ્રહણ કરવું, અભ્યાસ કર, સ્મરણ કરવું, મનન કરવું એ આદિ જ્ઞાનનો વિનય કહેવાય છે.
(૨૩) શ્રી અમૃતચંદ્રાચાર્ય શ્રી સમયસાર કલશમાં કહે છે – उभयनयविरोधध्वंसिनि स्यात्पदाङ्के
जिनवचसि रमन्ते ये स्वयं वान्तमोहाः । सपदि समयसारं ते परं ज्योतिरुच्च
रनवमनयपक्षाक्षुण्णमीक्षन्त एव ॥ ४ ॥ નિશ્ચયનય અને વ્યવહારનયના વિરોધને મટાડનારી સ્યાદ્વાદરૂપ જિનવાણીમાં જે રમણ કરે છે, તેને મિથ્યાત્વભાવ જ્યારે સ્વયં ગળી જાય છે ત્યારે તે શીઘ અતિશય કરીને પરમ જ્યોતિ સ્વરૂપ, પ્રાચીન, અને કોઈ પણ બેટી યુક્તિથી અખ ડિત એવા શુદ્ધ આત્માને અનુભવ કરી લે છે. आत्मानुभूतिरिति शुद्धनयात्मिका या
ज्ञानानुभूतिरियमेव किलेति बुद्ध्वा । आत्मानमात्मनि निवेश्य सुनिष्पकम्प
मेकोऽस्ति नित्यमवबोधधनः समन्तात् ।। १३ ।।
શુદ્ધ નિશ્ચયનયઠારા જે શુદ્ધ આત્માને અનુભવ છે તે જ નિશ્ચય સમ્યજ્ઞાન અનુભવ છે એમ જાણીને જ્યારે કોઈ પિતાના આત્માને આત્મામાં નિશ્ચલરૂપથી ધારણ કરે છે ત્યારે ત્યાં સર્વ તરફથી નિત્ય એક શાનઘન આત્મા જ સ્વાદમાં આવે છે. . ज्ञानाद्विवेचकतया तु परात्मनोर्या
जानाति हंस इव वापयसोविशेष । ચૈતન્યધાતુનવરું જ સાોિ .
जानीत एव हि करोति न किञ्चनापि ॥ १४-३॥ જ્ઞાનના જ પ્રતાપથી આત્મા અને પરનું ભેદવિજ્ઞાન થાય છે.