________________
પક
બેધ જ ન થાય. આત્મામાં આત્માપણું તે છે પરંતુ આત્મામાં રાગાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ વ્યકર્મ, શરીરાદિ કર્મ એ તથા અન્ય સર્વ દ્રવ્યોનું નાસ્તિત્વ છે અથવા અભાવ છે. એવું જાણવાથી ભેદવિજ્ઞાન થાય છે, આત્માનુભવ થઈ શકે છે. તેને સાત રીતે કહેવાશે.
१ स्यात् अस्ति आत्मा, २ स्यात् नास्ति आत्मा, ३ स्यात् अस्ति नास्ति आत्मा, ४ स्यात् अवक्तव्यं, ५ स्यात् अस्ति आत्मा अवक्तव्यं च, ६ स्यात् नास्ति आत्मा अवक्तव्यं च, ७ स्यात् अस्ति नास्ति आत्मा अवक्तव्यं च । એવી રીતે આ આત્મા પિતાના દ્રવ્ય અને સ્વભાવની અપેક્ષાએ ધ્રુવ છે, નિત્ય છે, તે જ સમયે તે પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે એમ એક જ સમયમાં આત્મામાં નિત્યપણું તથા અનિત્યપણું બને સ્વભાવ છે તેને સાત ભંગ દ્વારા સમજાવવામાં આવે છે.
१ स्यात् नित्यं, २ स्यात् अनित्यं ३ स्यात् नित्यं अनित्यं, ४ स्यात् अवक्तव्यं, ५ स्यात् नित्यं अवक्तव्यं च, ६ स्यात् अनित्यं अवक्तव्यं च, ७ स्यात् नित्यं अनित्यं अवक्तव्यं च ।
એવી રીતે આત્મા અનેતગુણોનો અભેદ પિડ છે, એટલા માટે એકરૂપ છે. તે આત્મા તે સમયે જ્ઞાનગુણુની અપેક્ષાએ જ્ઞાનરૂપ છે, સમ્યફવ ગુણની અપેક્ષાએ સમ્યફવરૂપ છે, ચારિત્રગુણની અપેક્ષાએ ચારિત્રરૂપ છે, વીર્યગુણની અપેક્ષાએ વીર્યરૂપ છે. જેટલા ગુણ આત્મામાં છે તે સર્વ આત્મામાં વ્યાપક છે એટલા માટે તેની અપેક્ષાએ આત્મા અનેકરૂપ છે. તેના સાત ભંગ આ રીતે કરાય છે. स्यात् एकः, स्यात् अनेकः, स्यात् एकः अनेकन्च, स्यात् अवक्तव्यं, स्यात् एकः अवक्तव्यं च, स्यात् अनेकः अवक्तव्यं च, स्यात् एकः अनेकः अवक्तव्यं च ।
આ સંસારી આત્મા સ્વભાવની અપેક્ષાએ શુદ્ધ છે, તે જ સમયે