________________
૫૪૩
સર્વ જીવ શુદ્ધ જ્ઞાનમય છે એવું જે જાણે છે તે સમભાવને ધરનાર છે. તેને સામાયિક જાણે. એમ જિનેન્દ્રદેવ કહે છે.
(ર) શ્રી નાગસેનમુનિ તત્ત્વાનુશાસનમાં કહે છે - श्रुतज्ञानमुदासीनं यथार्थमतिनिश्चलं । स्वर्गापवर्गफलदं ध्यानमांतर्मुहूर्ततः ॥ ६६ ॥
આત્મધ્યાન શ્રુતજ્ઞાનનું ધ્યાન છે. દ્વાદશાંગ વાણીને સાર આત્મજ્ઞાન છે. તેને અનુભવ શ્રુતજ્ઞાનને અનુભવ છે તથા તે જ ધ્યાન છે. એ વીતરાગરૂપ, યથાર્થ, અતિ નિશ્ચળ એક અંતર્મુહૂર્ત સુધી રહી શકે છે, જેનું ફળ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ છે.
श्रुतज्ञानेन मनसा यतो ध्यायन्ति योगिनः । ततः स्थिरं मनो ध्यानं श्रुतज्ञानं च तात्त्विकं ॥ ६८ ॥
યોગીગણ મનદ્વારા શ્રુતજ્ઞાનના બળથી ધ્યાન કરે છે, એટલા માટે સ્થિર મન એ જ ધ્યાન છે એ જ નિશ્ચય તત્ત્વરૂપ શ્રુતજ્ઞાન છે,
ज्ञानदीतरादात्मा तस्माज्ज्ञानं न चान्यतः । एक पूर्वापरीभूतं ज्ञानमात्मेति कीर्तितं ॥ ६९ ॥
જ્ઞાન કહે કે આત્મા કહે બંને એક જ વાત છે કારણ કે જ્ઞાન આત્માને ગુણ છે, આત્માથી જ થાય છે, અન્ય કોઈ દ્રવ્યથી થતું નથી. આ જ્ઞાનગુણ બરાબર પૂર્વાપર ચાલ્યો આવે છે તે જ આત્મા છે એમ કહ્યું છે. स्वरूपं सर्वजीवानां स्वपरस्य प्रकाशनं । भानुमंडलवत्तेषां परस्मादप्रकाशनं ॥ २३५ ॥
સર્વ ને સ્વભાવ, પિતાને અને પરને એક સાથે, જેવી રીતે સૂર્યમંડળ પિતાને અને પરને પ્રકાશે છે, તેવી રીતે પ્રકાશ કરવાને છે. તે છવામાં જ્ઞાનને પ્રકાશ સ્વાભાવિક છે, બીજા પદાથેંથી નથી; જેમ સૂર્ય સ્વયં પ્રકાશરૂપ છે તેમ,