________________
૫૪૨
નય કે અપેક્ષાઓ રૂપી શાખાઓથી શોભિત છે, આ શાસ્ત્રરૂપી વૃક્ષનો બહુ માટે વિસ્તાર છે, અને તેનું મૂળ વિશાળ મતિજ્ઞાન છે.
शास्त्राग्नौ मणिवद्भव्यो विशुद्धो भाति निर्वृतः । अङ्गारवत् खलो दीप्तो मली वा भस्म वा भवेत ॥ १७६ ।।
જેમ રત્ન અગ્નિમાં પડીને વિશુદ્ધ થઈ જાય છે, અને શોભે છે તેમ ભવ્ય રુચિવન જીવ શાસ્ત્રમાં રમણ કરતાં વિશુદ્ધ થઈને મુક્ત થઈ જાય છે. પરંતુ જેમ અંગારે અગ્નિમાં પડીને કેયલો થઈ જાય છે કે રાખ થઈ જાય છે, તેમ દુષ્ટ માનવ શાન અભ્યાસ કરતાં છતાં પણ રાગી પી થઈને કર્મોથી મલિન થાય છે. मुहुः प्रसार्य सज्ज्ञानं पश्यन् भावान् यथास्थितान् । प्रीत्यप्रीती निराकृत्य ध्यायेदध्यात्मविन्मुनिः ॥ १७७ ॥
અધ્યાત્મના જ્ઞાતા મુનિ વારંવાર સમ્યજ્ઞાનને વધારીને જેવું પદાર્થોનું સ્વરૂપ છે તેવું દેખતાં રાગદેપને દૂર કરીને આત્માને ધ્યાવે છે.
(૧૯) શ્રી ગેન્દ્રાચાર્ય ગસારમાં કહે છેसत्थंपदंतह ते वि जड अप्पा जे ण मुणति ।। तिह कारण ए जीव फुडु ण हु णिव्वाणु लहंति ॥ ५२ ॥
જે કઈ શાસ્ત્રોને જાણે છે પણ આત્માને જાણતા નથી તે જીવ કદી પણ નિર્વાણ પ્રાપ્ત કરી શકતો નથી. जह लोहम्मिय णियडहा तह सुणम्मिय जाणि । जे सुह असुह परिचयहि ते वि हवंति हु णाणि ॥ ७१ ॥
તે જ જ્ઞાની છે કે જે પુણ્ય અને પાપને સુવર્ણ અને લેઢાની એડી જાણે છે, અર્થાત્ બનેને બંધન માને છે.
सव्वे जीवा णाणमया जो समभाव मुणेइ । सो सामाइउ जाणि फुडु जिणवर एम भणेइ ॥ ९८ ॥