________________
૫૪૪
तिष्टात्येव स्वरूपेण क्षीणे कर्मणि पौरुपः । मथा मणिः स्वहेतुभ्यः क्षीणे सांसर्गिके मले ॥ २३६ ॥
જેમ એગ્ય કારણ વડે સંસર્ગમાં આવેલ મેલ નિકળી જવાથી મણિ સ્વભાવથી ચમકી ઉઠે છે તેમ જ્યારે સર્વ કર્મો ક્ષય થઈ જાય છે ત્યારે આ આત્મા પિતાના સ્વરૂપમાં જ સ્થિર થઈ જાય છે. અને એક સમયમાં જ સ્વપરને જાણે છે. न मुह्यति न संशेते न स्वार्थानध्यवस्यति । न रज्यते न च द्वेष्टि किंतु स्वस्थः प्रतिक्षणं ॥ २३७ ॥
અરહંત કે સિદ્ધ પરમાત્મા, ઘાતિ કર્મોને ક્ષય થવાથી નથી કઈ પર મોહ કરતા, નથી કઈ વાતમાં સંશય કરતા, કે નથી તેમનામાં અનધ્યવસાય (જ્ઞાનમાં પ્રમાદ), નથી તે રાગ કરતા કે નથી તે દ્વેષ કરતા. પરંતુ સદાય પ્રતિક્ષણે પોતાના જ શુદ્ધ સ્વરૂપમાં સ્થિત છે त्रिकालविपयं ज्ञेयमात्मानं च यथास्थितं । जानन् पश्यंश्च निःशेषमुदास्ते स तदा प्रभुः ॥ २३८ ॥
તે કેવલજ્ઞાની પરમાત્મા પોતાના આત્માને તથા ત્રણ કાલના રેય પદાર્થોને જેવું તેમનું સ્વરૂપ છે તેવું સંપૂર્ણપણે જાણતાં દેખતાં છતાં પણ વીતરાગી રહે છે.
(૨૧) શ્રી અમૃતચંદ્ર આચાર્ય પુરુષાર્થસિયુપાયમાં કહે છેनिश्चयमिह भूतार्थ व्यवहारं वर्णयन्त्यभूतार्थम् । भूतार्थबोधविमुखः प्रायः सर्वोऽपि संसारः ॥ ५ ॥
નિશ્ચયનય સત્યાર્થ મૂળ પદાર્થને કહે છે; વ્યવહારનય અસત્યાર્થ પદાર્થને કહે છે. પ્રાયે સર્વ સંસારી જીવો નિશ્ચયનયથી કહેવા યોગ્ય સત્યાર્થ વસ્તુના જ્ઞાનથી વિમુખ થંઈ રહ્યા છે. "व्यवहारनिश्चयो यः प्रबुध्य तत्त्वेन भवति मध्यस्थः । प्राप्नोति देशनायाः स एव फलमविकलं शिष्यः ॥ ८ ॥