________________
૫૪૦
णाणुज्जोएणविणा, जो इच्छदि मोक्खमग्गमुवगंतु । गंतुं कढिल्लमिच्छदि, अंधलयो अंधयारम्मि ।। ७७४ ॥
જે કઈ સમજ્ઞાનના પ્રકાશ વિના મેક્ષમાર્ગમાં જવાનું ચાહે છે તે આંધળા થઈને મહાન અંધકારમાં અતિ દુગમ સ્થાનમાં જવાનું ચાહે છે. भावे सगविसयत्थे, सूरो जुगवं जहा पयासेइ ।। सव्वं वि तहा जुगवं, केवलणाणं पयासेदि ॥ २१३८ ॥
જેમ સૂર્ય પોતાના વિષયમાં સ્થિર રહેતાં છતાં સર્વ પદાર્થોને એક સાથે પ્રકાશ કરે છે તેમ કેવલજ્ઞાન સમસ્ત પદાર્થોને પ્રકાશ કરે છે.
(૧૬) શ્રી પૂજ્યપાદસ્વામી અષ્ટપદેશમાં કહે છે – अज्ञानोपास्तिरज्ञानं ज्ञानं ज्ञानिसमाश्रयः । ददाति यत्तु यस्यास्ति सुप्रसिद्धमिदं वचः ।। २३ ।।
અજ્ઞાનસ્વરૂપ શરીરાદિક, અજ્ઞાની ગુરુ અથવા મિથ્યાશાસ્ત્રની • આરાધના કરવાથી મોહભ્રમથી અજ્ઞાનની જ પ્રાપ્તિ થાય છે, પરંતુ
જ્ઞાન સ્વભાવી આત્માની, સમ્યજ્ઞાની ગુરુની કે સમ્યકુશાસ્ત્રની આરાધના કરવાથી આત્મજ્ઞાન કે આત્માનુભવની પ્રાપ્તિ થાય છે. કારણ કે જેની પાસે જે હોય તે આપે એ વાકય લેપ્રસિદ્ધ છે.
(૧૭) શ્રી પૂજ્યપાદસ્વામી સમાધિશતકમાં કહે છે – अविद्याभ्याससंस्कारैरवशं क्षिप्यते मनः । तदेव ज्ञानसंस्कारैः स्वतस्तत्त्वेऽवतिष्ठते ॥ ३७ ॥
અવિદ્યા કે મિથ્યાજ્ઞાનના અભ્યાસથી આ મન પિતાને વશ ન રહેતાં અવશ્ય આકુલિત થાય છે, પરપદાર્થમાં રમે છે, તે મન સમ્યજ્ઞાનના અભ્યાસના બળથી સ્વયં આત્મતત્તવના રમણમાં 4થર થાય છે.
आत्मज्ञानात्परं कार्य न बुद्धौ बुधारयेचिरम् । कुर्यादर्थवशात्किचिद्वाकायाभ्यामतत्परः ॥ ५० ॥