________________
પ૩૮
ખાય છે. પરંતુ જેણે ગેરસને જ ત્યાગ કર્યો હતો તે બેયને ખાતે નથી. દૂધને પર્યાય કરીને દહીં બન્યું તથાપિ ગેરસપણું બનેમાં છે. એટલા માટે દરેક વસ્તુ સદાય ઉત્પાદ વ્યય ધ્રૌવ્યરૂપ છે, નિત્ય અનિત્યરૂપ છે જેની સિદ્ધિ સ્યાદ્વાદથી ભલે પ્રકારે કરી શકાય છે.
(૧૫) શ્રી શિવદિ આચાર્ય ભગવતીઆરાધનામાં કહે છેणिउणं विउलं सुद्धं, णिकाचिदमणुत्तरं व सबहिंदं । जिणवयणं कलुसहरं, अहो व रत्ति पठिदव्यं ॥ १०१ ॥
હે આત્મન ! આ જિનવાણીને રાત્રિદિન ભણવા યોગ્ય છે. આ જિનેન્દ્રનાં વચન પ્રમાણને અનુકૂલ પદાર્થોને કહેનારાં છે, તેથી નિપુણ છે તથા બહુ વિસ્તારવાળાં છે, પૂર્વાપર વિરોધ રહિત, દેપ રહિત શુદ્ધ છે, અત્યંત દઢ છે, અનુપમ છે, સર્વ પ્રાણીમાત્રને હિતકારી છે અને રાગાદિ મેલને હરનાર છે.
आदहिदपरिण्णाणभा, वसंवरोणवणवो य संवेगो । णिकंपदा तवोभावणा, य परदेसिगत्तं च ॥ १०२ ॥
જિનવાણીને ભણવાથી આત્મહિતનું જ્ઞાન થાય છે, સમ્યકત્વ આદિ ભાવસંવરની દઢતા થાય છે, નવીન નવીન ધર્માનુરાગ વધે છે, ધર્મમાં નિશ્ચલતા થાય છે, તપ કરવાની ભાવના થાય છે અને પૂરને ઉપદેશ દેવાની રેગ્યતા આવે છે.
छट्टट्ठमदसमदुवादसेहिं अण्णाणियस्स जा सोधो । तत्तो बहुगुणदरिया, होज्ज हु जिमिदस्स गाणिस्स ॥ १११ ।।
શાસ્ત્રજ્ઞાનના મનન વિના અજ્ઞાનને બે ઉપવાસરૂપ (છ) બે, ત્રણ ઉપવાસરૂપ (અમ) તેલ, ચાર ઉપવાસરૂપ (દશમ) ચો, આદિ ઉપવાસ કરવાથી જે શુદ્ધિ થાય છે તેથી બહુગુણી શુદ્ધિ સમ્યજ્ઞાનીને આત્મજ્ઞાનનું મનન કરતા હોવાથી જમતારહેતાં છતાં પણ થાય છે.