________________
પ૩૭
જેમ કેવલજ્ઞાન સર્વ તને પ્રકાશ કરે છે, તેમ સ્યાદ્વાદના ગર્ભિત શ્રુતજ્ઞાન પણ સર્વ તને પ્રકાશ કરે છે. એ બેમાં ભેદ એટલો છે કે કેવલજ્ઞાન પ્રત્યક્ષ જાણે છે ત્યારે શ્રુતજ્ઞાન પરેક્ષ જાણે છે. તે સિવાય જે કંઈ જ્ઞાન છે તે વસ્તુનું સ્વરૂપ યથાર્થ નથી. न सामान्यात्मनोदेति न व्येति व्यक्तमन्वयात् । व्येत्युदेति विशेपात्ते सहकत्रोदयादि सत् ॥ ५७ ॥
વસ્તુ, દ્રવ્યની અપેક્ષાએ નથી ઉત્પન્ન થતી કે નથી નાશ પામતી, પણ નિરંતર નિત્ય પ્રગટરૂપે કાયમ રહે છે. તથાપિ પર્યાયની અપેક્ષાએ ઊપજે છે, વિણસે છે, આપના સિદ્ધાતમાં જે સત પદાર્થ છે તે એક જ સમયે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ છે અર્થાત દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે તે જ સમયે પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. घटमौलिसुवर्णार्थी नाशोत्पादस्थितिष्वयम् । शोकप्रमोदमाध्यस्थ्यं जनो याति सहेतुकम् ॥ ५९ ॥
વસ્તુ ઉત્પાદ વ્યય વ્યરૂપ છે. એનું દષ્ટાંત છે કે ઈ માનવ સુવર્ણના ઘડાને તોડીને મુગટ બનાવી રહ્યો હતો તે સમયે ત્રણ માણસો આવ્યા, જે સુવર્ણના ઘડાને લેવા ચાહતે હતો તે ઘડાને તેડતે દેખીને શાયુક્ત થશે. જે મુગટને અથી હતો તે તે હર્ષિત થયે પરંતુ જે કેવળ સુવર્ણને જ લેવા ચાહતો હતો તે ઉદાસીન મધ્યસ્થ રહ્યો, કારણ કે સુવર્ણ દ્રવ્ય ઘડારૂપે નાશ પામી મુગટરૂપમા બદલાઈ રહ્યું હતું તથાપિ સુવર્ણ તે છે જ. पयोव्रतो न दध्यत्ति न पयोऽत्ति दधिव्रतः ।। अगोरसवतो नोभे तस्मात्तत्त्वं त्रयात्मकम् ॥ ६० ॥
બીજું દષ્ટાત છે કે કઈ સ્થળે દૂધ અને દહીં બંને રાખેલાં છે, જેને દહીંને ત્યાગ છે પણ દૂધને ત્યાગ નથી તે દૂધ પીવે છે, જેણે દૂધને ત્યાગ કર્યો છે પણ દહીંને ત્યાગ કર્યો નથી તે દહીં