________________
પ૯
उग्गतवेणण्णाणी जं कम्म खवदि भवहि बहुएहिं । तं णाणी तिहि गुत्तो खवेइ अंतोमुहुत्तेण ॥ ५३ ।।
મિથ્યાજ્ઞાની ઘોર તપ કરીને જે કર્મો ઘણું જન્મોમાં ક્ષય કરે છે તે કને, આત્મજ્ઞાની સમ્યગ્દષ્ટિ મન, વચન, કાયાને રોકીને ધ્યાનઠારા એક અતર્મુહૂર્તમાં ક્ષય કરી નાખે છે. सुहजोएण सुभावं परदवे कुणइ रागदो साहू ।। सो तेण हु अण्णाणी णाणी एत्तो हु विवरीओ ॥ ५४ ॥
શુભ પદાર્થોને સચોગ થાય ત્યારે જે કેઈ સાધુ રાગભાવથી પરપદાર્થમાં પ્રીતિભાવ કરે છે તે અજ્ઞાની છે. જે સમ્યજ્ઞાની છે તે શુભ સંયોગમાં પણ રાગ કરતા નથી, સમભાવ રાખે છે.
तवरहियं जं गाणं णाणविजुत्तो तवो वि अकयस्थो । तम्हा णाणतवेणं संजुत्तो लहइ णिव्वाणं ॥ ५९॥
ઈચ્છા-નિધિરૂપ તપરહિત જે જ્ઞાન છે અને સમ્યજ્ઞાન રહિત જે તપ છે તે બંને મેક્ષસાધનમાં કાર્યકારી નથી, માટે જે સાધુ સમ્યજ્ઞાન સહિત તપ કરે છે તે જ નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે..
ताम ण णज्जइ अप्पा विसएसु णरो पवट्टए जाम । विसए विरत्तचित्तो जोई जाणेइ अप्पाणं ॥ ६६ ॥
જ્યાં સુધી આ મનુષ્ય ઇન્દ્રિયેના વિષયમાં આસક્ત થઈને પ્રવર્તે છે ત્યાં સુધી તે આત્માને ઓળખી શકતું નથી. જે ગી વિષયેથી વિરકત ચિત્તવાળા થાય છે તે જ આત્માને જાણીને તેને અનુભવ કરી શકે છે.
जे पुण विसयविरत्ता अप्पा णाऊण भावणासहिया । छंडंति चाउरंगं तवगुणजुत्ता ण संदेहो ॥ ६८ ॥
જે કઈ સાધુ વિષયેથી વિરક્ત થઈ, આત્માને જાણીને, તેની વારંવાર ભાવના કરે છે અને તપ તથા મૂલગુણોને પાળે છે, તે ચારગતિરૂપ સંસારથી મુક્ત થઈ જાય છે, એમાં સંદેહ નથી,
૩૪ -