________________
૫૩.
(૮) શ્રી વરિસ્વામી મૂલાચારના પચાચાર અધિકારમાં કહે છે – विजणसुद्धं सुतं अत्यविसुद्धं च तदुभयविसुद्धं । पयदेण य जप्पंतो णाणविसुद्धो हवइ एसो ॥ ८८ ॥
જે કેઈ શાસ્ત્રોનાં વાક્યોને, શાસ્ત્રોના અર્થને, તથા એ બંનેને પ્રયત્નપૂર્વક શુદ્ધ ભણે છે તેને જ્ઞાનની શુદ્ધતા થાય છે. विणएण सुदमधीदं जदिवि पमादेण होदि विस्सरिदं । तमुवट्ठादि परभवे केवलणाणं च आवहदि ॥ ८९ ॥
જે વિનયપૂર્વક શાસ્ત્રોને ભણે છે તે પ્રમાદથી કાલાંતરમાં ભૂલી પણ જાય તે પણ પરભવમાં તેને શીધ્ર યાદ થઈ જાય છેછેડા પરિશ્રમથી યાદ આવી જાય છે, અને વિનય સહિત શાહ ભણવાનું ફળ કેવળજ્ઞાન થાય છે. णाणं सिक्खदि णाणं गुणेदि गाणं परस्स उवादिसदि । णाणेण कुणदि णायं णाणविणीदो हदि एसो ॥ १७१ ॥
જે જ્ઞાની બીજાને શિખવે છે, જ્ઞાનનું પુનઃ પુનઃ મનન કરે છે; જ્ઞાનથી બીજાને ધર્મોપદેશ કરે છે, તથા જ્ઞાનપૂર્વક ન્યાયપ્રવૃત્તિ કરે છે, ચારિત્ર પાળે છે) તે સમ્યજ્ઞાનને વિનય કરે છે.
(૯) શ્રી વરસ્વામી મૂલાચાર પડાવસ્થામાં કહે છે – गाणी गच्छदि णाणी वंचदि णाणी णवं च णादियदि । णाणेण कुणदि चरणं तह्मा गाणे हवे विणओ ॥ ८९ ॥
સમ્યજ્ઞાની જ મોક્ષે જાય છે, સમ્યજ્ઞાની જ પાપને ત્યાગે છે, સમ્યજ્ઞાની જ નવાં કર્મ બાંધતા નથી. સમ્યજ્ઞાનથી જ ચારિત્ર પળે છે એટલા માટે જ્ઞાનને વિનય કર એગ્ય છે.
(૧૦) શ્રી વરસ્વામી મુલાચાર અનગાર ભાવનામાં કહે છે