________________
પ૩૦
परमाणुपमाणं वा परदव्वे रदि हवेदि मोहादो । सो मूढो अण्णाणी आदसहावस्स विवरीओ ॥ ६९ ॥
જે ઈ મેહથી પરદ્રવ્યોમાં પરમાણુ માત્ર પણ રાગભાવ રાખે છે તે મૂઢ અજ્ઞાની છે. તે આત્માના સ્વભાવથી વિપરીત વર્તન કરે છે. આત્મજ્ઞાની છે તે છે કે જે આત્માને આત્મારૂપ જાણે અને કેાઈ પણ પરદ્રવ્યમાં રચે માત્ર પણ મેહ ન કરે,
(૭) શ્રી હરિસ્વામી મૂલાચાર પ્રત્યાખ્યાન અધિકારમાં કહે છે – जिणवयणे अणुरत्ता गुरुवयणं जे करति भावेण । असबल असंकिलिहा ते होति परित्तसंसारा ॥ ७२ ॥
જે સાધુ જિનવાણીમાં પરમ ભક્તિવત છે, જે ભક્તિપૂર્વક સદ્દગુરુની આજ્ઞા માને છે, તે મિથ્યાત્વથી અલગ રહે છે અને શુદ્ધ ભામાં રમણ કરતા હોવાથી સંસારથી પાર થઈ જાય છે. बालमरणाणि बहुसो बहुयाणि अकामयाणि मरणाणि । मरिहंति ते वराया जे जिणवयणं ण जाणंति ॥ ७३ ।।
જે જિનવાણીના રહસ્યને જાણતા નથી એવા સમ્યજ્ઞાન, રહિત પ્રાણી વારંવાર અજ્ઞાન (બાલ) મરણ કરે છે, વારંવાર ઈચ્છા વગર અકાલ મરણ પામે છે. તે બિચારાઓને મરણનું દુઃખ વારવાર સહન કરવું પડે છે. जिणवयणमोसहमिणं विसयसुहविरेयणं अमिदभूदं । जरमरणवाहिवेयण खयकरणं सव्वदुक्खाणं ॥ ९५ ॥
આ જિનવાણીનું પઠન, પાઠન, મનન એ એક એવી ઔષધિ છે કે જે ઈન્દ્રિયસુખથી વૈરાગ્ય ઉત્પન્ન કરાવનાર છે, અતીન્દ્રિય સુખરૂપી અમૃતનું પાન કરાવનાર છે, અને જરા, મરણ, રેગાદિથી ઉત્પન્ન થતાં, સર્વ દુને ક્ષય કરનાર છે.