________________
પ૨૮
તે જ જ્ઞાનને પ્રકાશ કરી શકે છે. જ્ઞાનના જ મનનથી મોક્ષમાર્ગનું ઓળખાણ થતાં ધ્યાનનું લક્ષ્ય જે શુદ્ધ આત્માનું સ્વરૂપ તેને ભલે પ્રકારે સમજી લે છે.
(૫) શ્રી કુંદકુંદાચાર્ય ભાવપાહુડમાં કહે છે – तित्थयरभासियत्थं गणाहरदेवेहिं गंथियं सम्म । भावहि अणुदिणु अतुलं विसुद्धभावेण सुयणाणं ॥ ९२ ॥
હે મુનિ! તીર્થકર ભગવાને કહ્યું છે, અને ગણધરદેએ ભલે પ્રકારે જાણીને જેને શાસ્ત્રમાં ગૂધ્યું છે એવું અનુપમ શાસ્ત્રરૂપી શ્રુતજ્ઞાન તેનું તું પ્રતિદિન નિર્મળ ભાવે ભક્તિપૂર્વક મનન કર. पाऊण णाणसलिलं णिम्महतिसडाहसोसउन्मुक्का । हुति सिवालयवासी तिहुवणचूडामणी सिद्धा ॥ ९३ ॥
આત્મજ્ઞાનરૂપી જલનું પાન કરીને કઠિનતાથી દૂર થવા ગ્યા તૃષ્ણની દાહ અને શેષ શમાવીને ભવ્ય જીવ સિદ્ધ થઈ જાય છે અને ત્રણ લોકના શિખર ઉપર સિદ્ધાલયમા અનંતકાળ સુધી વાસ કરે છે.
णाणमयविमलसीयलसलिलं पाऊण भांवय भावेण । वाहिजरमरणवेयणडाहविमुक्का सिवा होति ॥ १२५ ।।
ભવ્ય જીવ ભાવસહિત આત્મજ્ઞાનમયી નિર્મલ શીતળ જલ પીને વ્યાધિ, જરા, મરણ, વેદના આદિ દાહને શમાવીને સિદ્ધ થાય છે.
(૬) શ્રી કુંદકુંદાચાર્ય મેક્ષપાહુડમાં કહે છેसिद्धो सुद्धो आदा सव्वण्हू सव्वलोयदरसी य । सो जिणवरेहिं भणियो जाण तुमं केवलं जाणं ॥ ३५ ॥ • આ આત્મા જ સિદ્ધ છે, શુદ્ધ છે, સર્વજ્ઞ છે, સર્વદશ છે તથા એ જ કેવલજ્ઞાનસ્વરૂપ છે એમ જાણો, એમ શ્રી જિનેન્દ્ર ભગવાને કહ્યું છે.