________________
પર૭
શાસ્ત્ર જે પુગલમય તાડપત્ર કે કાગળ, સાહી આદિ છે અથવા વાણુરૂપી દ્રવ્યકૃત છે તે જ્ઞાન નથી. કેમકે પુગલ જડમયી દ્રવ્યશાસ્ત્રો કંઈ પણ જાણતાં નથી. માટે શાસ્ત્ર અન્ય છે અને જાણવાવાળું જ્ઞાન તે અન્ય છે એમ જિનેન્દ્ર કહે છે,
રાગાદિ કલુષભાવરૂપ અધ્યવસાન જ્ઞાન નથી. કારણ કે તે કર્મોના ઉદયરૂપ વિપાક સદાય અચેતન છે. એટલા માટે જ્ઞાન અન્ય છે અને કલુષરૂપ અધ્યવસાન અન્ય છે કેમકે તે નિત્ય જાણવાવાળે છે તેથી જીવ જ જ્ઞાયક છે જ્ઞાન જ્ઞાનીથી ભિન્ન નથી. તેને સ્વભાવ છે, એમ જાણવું યોગ્ય છે.
(૩) શ્રી કુંદકુંદાચાર્ય પચાસ્તિકાયમાં કહે છે – ण वियप्पदि णाणादो णाणी णाणाणि होति णेगाणि । तम्हा दु विस्सरूवं भणियं दवियत्ति णाणीहिं ॥४३॥
જ્ઞાન ગુણથી જ્ઞાની આત્મા ભિન્ન નથી, નાના પ્રકારના રેય પદાર્થોની અપેક્ષાએ જ્ઞાન અનેક પ્રકારનું છે. જ્ઞાન વિશ્વરૂપ છે, સર્વને જાણે છે તેથી જ્ઞાનીદ્રવ્ય પણ વિશ્વરૂપ કહ્યું છે. જેમ જ્ઞાન સર્વવ્યાપક છે તેમ જ્ઞાની આત્મા પણ જ્ઞાનની અપેક્ષાએ સર્વવ્યાપી છે અર્થાત જ્ઞાન સર્વને જાણવાવાળુ છે.
(૪) શ્રી કુંદકુંદાચાર્ય બધપાહુડમાં કહે છે – संजमसंजुत्तस्स य सुझाणजोयस्स मोक्खमग्गस । णाणेण लहदि लक्खं तम्हा णाणं च णायव्वं ।। २० ॥
સંયમથી યુક્ત અને સુધ્યાનને ચગ્ય જે મોક્ષમાર્ગ છે તેને લક્ષ જે શુદ્ધ આત્માનું સ્વરૂપ છે તે સમ્યજ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે માટે જ્ઞાનનું સ્વરૂપ જાણવા એગ્ય છે.
णाणं पुरिसस्स हवदि लहदि सुपुरिसो वि विणयसंजुत्तो । णाणेण लहदि लक्खं लक्खंतो मोक्खमग्गस्स ॥ २२ ॥ જ્ઞાનને લાભ પુરુષને થાય છે, પણ જે માનવ વિનયયુક્ત છે