________________
પદ્મ
ते लद्वणाणचक्खू णाणुज्जोएण दिट्ठपरमट्ठा । નિસ્યિંિિિનનિછાવવરમાં સાધૂ ] ↑ "
જે જ્ઞાનચક્ષુવંત સાધુ જ્ઞાનના પ્રકાશને રાખવાવાળા છે, તે જ્ઞાનજ્યાતિથી પરમાથ એટલે પરમાત્મતત્ત્વને જાણનારા થાય છે તેમને જિનભાષિત પદાર્થોમાં શંકા થતી નથી, તે ગ્લાનિરહિત હોય છે અને તે આત્મબળથી સાહસપૂર્વક મેાક્ષનું સાધન કરે છે.
सुदरयणपुण्णकण्ण। हेउणयविसारदा विउलबुद्धी । णिउणत्थसत्यकुसला परमपयवियाणया समणा ॥ ६७ ॥
જે પેાતાના કાનાને શાસ્ત્રરૂપી રત્નાથી વિભૂષિત રાખે છે, અર્થાત્ જે જિનવાણીને રુચિથી સાંભળે છે, જે પ્રમાણ અને નયના નાતા છે, વિશાળ બુદ્ધિવાળા છે, તથા સર્વ શાસ્ત્રના જ્ઞાનમાં કુશળ છે, તે મુનિએ મેક્ષરૂપી પરમ પદના સ્વરૂપને જાણનારા થાય છે. अवगमाणत्थंभा अणुस्सिदा अगव्विदा अचंडा य । दंता मद्दवजुत्ता समयविदण्हू विणीदा य ॥ ६८ ॥ उवलद्वपुण्णपावा जिणसासणगहिदमुणिदपज्जाला । करचरणसंवुडंगा झाणुवजुत्ता मुणी होंति ॥ ६९ ॥
જે મુનિ માનરૂપી સ્તંભથી રહિત છે, જાતિકુલ આદિના મદથી રહિત છે, ઉદ્દતતા રહિત છે, શાંત પરિણામી છે, ઇન્દ્રિયવિજયી છે, સાવ ધર્માંથી યુક્ત છે, આત્મા અને અનાત્માના જ્ઞાતા છે, વિનયવાન છે, પુણ્યપાપના સ્વરૂપના જ્ઞાતા છે, જિનશાસનમાં દૃઢ શ્રદ્ધાવાળા છે, દ્રવ્ય પર્યાયાના જ્ઞાતા છે; તેર પ્રકારના ચારિત્રથી સવરયુક્ત છે અને દૃઢ આસનના ધારી છે તે જ સાધુ ધ્યાનને માટે ઉદ્યમી રહે છે. (૧૧) શ્રી વરસ્વામી મૂલાચાર સમયસાર અધિકારમાં કહે છેઃ— सज्झायं कुव्वंत्तो पंचिदियसंवुडो तिगुत्तो य ।
हवदि य एयग्गमणो विणएण समाहिओ भिक्खू ॥ ७८ ॥