________________
પ૩૩
શાસ્ત્રસ્વાધ્યાય કરનારાઓને સ્વાધ્યાય કરતાં પાંચ ઈન્દ્રિયો વશ થાય છે, મન, વચન, કાયા સ્વાધ્યાયમાં લીન થઈ જાય છે, ધ્યાનમાં એકાગ્રતા થાય છે અને તે વિનય ગુણ સંયુક્ત થાય છે. સ્વાધ્યાય પરોપકારી છે. बारसविधमि य तवे सब्भंतरबाहिरे कुसलदिहे । ण वि अस्थि णवि य होहदि सज्झायसमं तवोकम्मं ॥७९॥
તીર્થકોઠારા પ્રતિપાદિત બાહ્ય અને અભ્યતર બાર પ્રકારનાં તપમા સ્વાધ્યાય તપ સમાન કાઈ તપ છે નહિ, હશે પણ નહિ; એટલા માટે સ્વાધ્યાય સદા કરવાયોગ્ય છે. सूई जहा समुत्ता ण णस्सदि दु पमाददोसेण एवं ससुत्तपुरिसो ण णस्सदि तहा पमाददोसेण ॥ ८० ॥
જેમ દેરા સાથે સોય હેય ને કદી પ્રમાદથી પણ ખોવાઈ જતી નથી તેમ શાસ્ત્રને અભ્યાસી પુરુષ પ્રમાદને દેશ હોવા છતાં પણ કદી સંસારમાં પતિત થતો નથી–પિતાની રક્ષા કરતા રહે છે; જ્ઞાન મહા અપૂર્વ વસ્તુ છે.
(૧૨) શ્રી સમતભદ્રાચાર્ય સ્વયંભૂસ્તોત્રમાં કહે છે:बंधश्च मोक्षश्च तयोश्च हेतुः वद्धश्च मुक्तश्च फलं च मुक्तः । स्याद्वादिनो नाथ तवैव युक्तं नैकान्तदृष्टेस्त्वमतोऽसि शास्ता ॥१४॥
હે સભવનાથ ભગવાન ! આપે અનેકાન્ત વસ્તુનું સ્વરૂપ સ્યાદ્વાદ નયથી ઉપદેશ્ય છે તેથી આપના દર્શનમાં બંધ તત્વ, મેક્ષ તત્ત્વ સિદ્ધ થાય છે, તેનાં સાધન પણ યથાગ્ય સિદ્ધ થાય છે. બહ અને મુક્ત આત્માની પણ સિદ્ધિ થાય છે અને મુક્તિનું ફળ પણ સિદ્ધ થાય છે. પરંતુ જે વસ્તુને એકાતે માને છે તેને એ સર્વ વાત સિદ્ધ થઈ શકતી નથી. સર્વથા નિત્ય કે સર્વથા અનિત્ય માનવાથી એ સર્વ વાતે બનશે નહિ, દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને