________________
૫૪.
તે પ્રસિદ્ધ જીવાદિ વ્ય જાતિઓના તે સર્વ વિદ્યમાન તથા અવિદ્યમાન પર્યાયે નિશ્ચયથી જ્ઞાનમાં ભિન્ન ભિન્ન ભેદ સહિત વર્તન માનકાલ સંબંધી પોિની માફક વર્તે છે અથવા ઝળકે છે.
जदि पञ्चक्खमजादं, पन्जायं पलयिदं च णाणस्स । ण हवदि वा तं गाणं, दिव्वंत्ति हि के परूविति ॥ ३९-१॥
જે કેવલજ્ઞાનની અંદર દ્રવ્યોના ભાવી પર્યાય અને ભૂતકાળના પર્યાય પ્રત્યક્ષ પ્રગટ ન થતા હોય તે તે જ્ઞાનને ઉત્કૃષ્ટ કે પ્રશંસનીય નિશ્ચયથી કેણ કહે ? કેવલજ્ઞાનને એ જ અનુપમ અદ્ભુત મહિમા છે કે તેમાં ત્રિકાળચર પર્યાયે હસ્તરેખાવત ઝળકે છે.
जं तकालियमिदरं, जाणदि जुगवं समंतदो सव्वं । अत्थं विचित्तविसमं, तं गाणं खाइयं भणियं ।। ४७-१॥
કેવલજ્ઞાનને ક્ષાયિકજ્ઞાન એટલા માટે કહ્યું છે કે ત્યાં કોઈ અજ્ઞાન રહ્યું નથી; તે જ્ઞાન વર્તમાન, ભૂત અને ભવિષ્ય ત્રણે કાળ સંબંધી સર્વ પર્યાને સગે, તેમ જ અનેક પ્રકારના મૂર્તિ અમૂર્તિ કે પદાર્થોને એક જ સમયે જાણે છે. કેઈ પણ વિષય કેવળજ્ઞાનથી બહાર નથી.
जो ण विजाणदि जुगवं, अत्थे तेकालिके तिहुवणत्थे । णाहूं तस्स ण सक्कं, सपनयं दव्वमेकं वा ।। ४८-१॥ - જે પુરુષ ત્રણ લોકમાં સ્થિત અતીત, અનાગત, વર્તમાન એ ત્રણે કાળ સંબંધી પદાર્થોને એક જ સમયે નથી જાણત, તે પુરુષને અનંત પર્યાય સહિત એક દ્રવ્યને પણ જાણવાની શક્તિ હોતી નથી. જે પિતાના આત્માના દ્રવ્ય ગુણ અને અનંત પર્યાને જાણી શકે છે તે જ્ઞાન સર્વ દ્રવ્યોના પણ અનંત પર્યાને જેણી શકે છે.
(૨) શ્રી કુંદકુંદાચાર્ય સમયસારમાં કહે છે –