________________
પ૨૦
કસોગની અપેક્ષાએ અશુદ્ધ છે. એના પણ સાત ભંગ બની શકે છે.
ચાંતિ શુદ્ધ થાઅશુદ્ધ, સ્થાતિ . શુક્ર, ચાત अवक्तव्यं, स्यात् शुद्धः अवक्तव्यं च, स्यात् अशुद्धः अवक्तव्यं च, स्यात् शुद्धः अशुद्धः अवक्तव्यं च ॥
સ્યાદાદ વિના કેઈ પણ પદાર્થના અનેક સ્વભાવેનું જ્ઞાન અજ્ઞાની શિષ્યને થાય નહિ. એટલા માટે એ બહુ આવશ્યક સિદ્ધાંત છે, આત્માનું ભેદવિજ્ઞાન થવા માટે તે બહુ જ જરૂરી છે. વળી આ
સ્યાદ સિદ્ધાંત અનેક એકાત મતધારી, મત દઢ કરવાવાળાઓને તેમને એકાંત આગ્રહ છોડાવીને આમાં પ્રેમ અથવા અર્થ સ્થાપન કરવાનું પણ સાધન છે.
જેમ કાઈ મકાન પાંચ માણસોને દૂરથી દેખાડવામાં આવ્યું. એ મકાન જુદી જુદી જગાએ પાંચ પ્રકારના રગોથી રંગેલું છે, જેની દૃષ્ટિ ધોળા રંગ ઉપર પડી તે કહે છે કે મકાન ધળું છે, જેની દષ્ટિ લાલ રંગ પર પડી તે કહે છે કે મકાન લાલ છે, જેની દષ્ટિ પીળા રંગ પર પડી તે કહે છે કે મકાન પીળું છે, જેની દૃષ્ટિ લીલા રંગ પર પડી તે કહે છે મકાન લીલું છે, જેની દૃષ્ટિ કાળા રંગ ઉપર પડી તે કહે છે કે મકાન કાળું છે એવી રીતે પરસ્પર લડતા હતા ત્યાં એક સમજુએ કહ્યું કે તમે શું લડે છે? તમે સર્વે એકાંશથી સાચા છે પરંતુ પૂર્ણ સત્ય નથી. આ મકાન પાંચ રંગનું છે એમ તમે સમજો. જ્યારે પાચેય મનુષ્ય એ વાત સમજી ગયા ત્યારે તે સર્વને એકાન્ત આગ્રહ મટી ગયો અને સર્વને દાણા આનંદ થયે એવી રીતે અનેકાંતમય—અનેકસ્વભાવવાળા પદાર્થોને અનેક સ્વભાવવાળા બતાવવા માટે સ્વાદાદ દર્પણ સમાન છે અને વિરોધ મટાડવાને એક અટળ ન્યાયાધીશ સમાન છે. સહજ સુખ સાધનને માટે તે બહુ જ ઉપયોગી છે. કલ્પિત ઈન્દ્રિયસુખને ત્યાગવા રોગ્ય અને અતીન્દ્રિય સુખને ગ્રહણ કરવા ચોગ્ય તે બતાવે છે.