________________
૫૧૩
વ્યવહારનય કહે છે કે આત્મા અશુદ્ધ છે, કર્મોથી બંધાએલ છે. એ બંને વાત જાણ્યા પછી જ કર્મોને કાપવાને પુરુષાર્થ કરી શકાય છે.
'નિશ્ચયનયના પણ અધ્યાત્મશાસ્ત્રોમાં બેભેદ કહ્યા છે. એક શુદ્ધ નિશ્ચયન, બીજે અશુદ્ધ નિશ્ચયનય. જેનો લક્ષ કેવળ શુદ્ધ ગુણ પર્યાય-અને દ્રવ્ય ઉપર છે તે શુદ્ધ નિશ્ચયનય છે અને જેને લક્ષ તે એક દ્રવ્યના અશુદ્ધ દ્રવ્ય, ગુણ, પર્યાય ઉપર હોય તે અશુદ્ધ નિશ્ચયનય છે. જેમ જીવ સિદ્ધ સમ શુદ્ધ છે એ વાક્ય શુદ્ધ નિશ્ચયનયથી કહેવાય છે. આ જીવ રાગી ઠેષી છે એ વાક્ય અશુદ્ધ નિશ્ચયનયથી કહેવાય છે. રાગદ્વેષ જીવના જ નૈમિત્તિક કે ઔપાધિક ભાવ છે. તે ભાવોમાં મેહનીય કર્મના ઉદયને સોગ થઈ રહ્યો છે તેથી તે ભાવ શુદ્ધ નથી. અશુદ્ધ છે. તે અશુદ્ધ ભાવોને આત્માના ભાવ કહેવા તે અશુદ્ધ નિશ્ચયનયથી યથાર્થ છે પણ શુદ્ધ નિશ્ચયનયથી યથાર્થ નથી. એ બને નય એક જ દ્રવ્ય ઉપર લક્ષ રાખે છે.
વ્યવહારનયના અનેક ભેદ છે. અનુપચરિત અસભૂત વ્યવહારનય. એ નય, પરવસ્તુને કેાઈને સંયોગ થતા પરને તેની કહેવી તે છે. જેમ આ ઘીને ઘડે છે. એમાં ઘીને સાગ છે માટે ઘડાને ઘીને ઘડે કહે છે. આ જીવ પાપી છે, પુણ્યાત્મા છે, માનવ છે, પશુ છે. આ ગેર છે આ કાળ છે. એ વાક્યો આ નયથી યથાર્થ છે કેમકે કાર્મણ કે ઔદારિક શરીરને સાગ છે માટે અનુપરિત છે. પરંતુ આત્માના મૂળ સ્વરૂપથી ભિન્ન છે માટે અસહ્નત છે બિલકુલ ભિન્ન વસ્તુને તેની પિતાની કહેવી તે ઉપચરિત અસદભૂત વ્યવહારનય છે, જેમ આ દુકાન રામલાલની છે, આ ટાપી બાળકની છે, આ સ્ત્રી રામલાલની છે, આ ગાય ફતેચંદની છે, આ કપડુ મારું છે, આ આભૂષણ મારાં છે, આ દેશ મારો છે.
નિશ્ચયનયને વિષય વસ્તુને અભેદરૂપે અખંડરૂપે ગ્રહણ કરવાને છે, જ્યારે વસ્તુને ખંડરૂપે ગ્રહણ કરવી એ સભૂત વ્યવહારનયને