________________
પર
એમ બે તલવાર રાખી હેાય. ક્રાઈને એમાંથી. એક તલવારની જરૂર હાય તેા તે એટલું લાંબું વાકય નથી કહેતા કે સેાનાની મ્યાનમાં રાખી છે તે તલવાર લાવા. પશુ સેાનાની તલવાર લાવે એવું ટુંકુ વાકય કહી દે છે. તે વ્યવહારમાં એ વચન અસત્ય નથી. પરંતુ નિશ્ચયથી અસત્ય છે. કારણ કે એવા ભ્રમ પેદા કરી શકે છે કે તરવાર સાનાની છે, જ્યારે તરવાર સેનાની નથી. એવી રીતે આપણા આત્મા મનુષ્ય આયુ અને ગતિના ઉધ્યથી મનુષ્યશરીરમાં છે, આત્મા ભિન્ન છે, તૈજસ કાણુ અને ઔદારિક શરીર ભિન્ન છે. નિશ્ચયનયથી આત્માને આત્મા જ કહેવાશે. વ્યવહારનયથી આત્માને મનુષ્ય કહેવાના લાક વ્યવહાર છે કેમકે મનુષ્યશરીરમાં તે વિદ્યમાન છે. આત્માને મનુષ્ય કહેવા વ્યવહારથી સત્ય છે તેા પણ નિશ્ચયનયથી તે અસત્ય છે; કારણ કે આત્મા મનુષ્ય નથી, તેનાં કર્મ મનુષ્ય છે, તેના દેહ મનુષ્ય છે.
નિશ્ચયનયને ભૂતા, સત્યા, યથા, વાસ્તવિક, અસલ, મૂળ કહે છે. વ્યવહારનયને અસત્યા, અભૂતા, અયથા, અવાસ્તવિક કહે છે. સંસારી આત્માને સમજવા માટે તેમ જ પરના સ યેાગ સહિત ક્રાઈ પણ વસ્તુને ઓળખવા માટે અને નયાની જરૂર પડે છે. કપડુ મલિન છે તેને શુદ્ધ કરવા ખ'ને નયના જ્ઞાનની જરૂર છે. નિશ્ચયનયથી કપડુ' ઉજ્જવળ છે, રૂતુ' બનેલુ છે, વ્યવહાનયથી મેલુ' કહેવાય છે કારણ કે મેલના સંચાગ છે. જો એક જ નય કે અપેક્ષાને સમજે તે કડુ કદી સ્વચ્છ થઇ શકે નહિ. જો એમ માની લે કે કપડુ સથા શુદ્ધ જ છે તેા પછી તેને શુદ્ધ કરવામાં આવે નહિ, જો માની લે કે મેલું જ છે. તે પણ તે શુદ્ધ કરાય નહિ. જો એમ માનવામાં આવે કે મૂળમાં તે તે શુદ્ધ છે. પરંતુ મેલના સ યાગથી વત માનમાં તેનું સ્વરૂપ મેલું થઈ રહ્યુ છે, તા જ તેને શુદ્ધ કરી શકાય. મેલ પર છે, તે દૂર થઈ શકે છે, એવા નિશ્ચય થયા પછી જ પ્ડ સાફ્ કરી શકાય છે એવી રીતે નિશ્ચયનય કહે છે કે આત્મા શુદ્ધ છે.