________________
૫૧૪
વિષય છે. એવું પણ શાસ્ત્રોમાં વિવેચન છે. જેમ આત્માને અભેદ એક જ્ઞાયકરૂપે ગ્રહણ કર એ નિશ્ચયનયને અભિપ્રાય છે જ્યારે આત્માને જ્ઞાનરૂપ, દર્શરૂપ, ચારિત્રરૂપ એમ ગુણ અને ગુણીને, ભેદ કરીને કહેવું એ સદ્ભુત વ્યવહારનયનો વિષય છે. કેટલેક સ્થળે આ સદ્દભૂત વ્યવહારને પણ નિશ્ચયનયમાં સમાવેશ કરીને કથન કર્યું છે. કેમકે આ સદ્ભુત વ્યવહાર પણ એક જ દ્રવ્યની તરફ ભેદરૂપથી લક્ષ રાખે છે, પરની તરફ લક્ષ નથી. જયાં પરની તરફ લક્ષ કરીને પરનું કથન છે તે અસદ્ભુત વ્યવહારનય છે અથવા સામાન્યથી વ્યવહારનય છે,
વ્યાથિક પર્યાયાર્થિક નયઃ—જેનય કે અપેક્ષા કેવલદ્રવ્યને લક્ષમાં લઈને વસ્તુને કહે છે તે દ્રવ્યાર્થિક છે. જે દ્રવ્યના કેઈ પર્યાયને લક્ષમાં લઈને કહે તે પર્યાયાર્થિક નય. જેમ દ્રવ્યાકિનયથી દરેક આત્મા સમાનરૂપથી શુદ્ધ છે, નિજ સ્વરૂપમાં છે. પર્યાયાર્થિક નયથી આત્મા સિહ છે, સંસારી છે, પશુ છે, માનવ છે, વૃક્ષ છે, ઇત્યાદિ. આ આત્મા નિત્ય છે એ દ્રવ્યાર્થિક નયનું વાક્ય છે, આ આત્મા સંસારી અનિત્ય છે એ પર્યાયાર્થિયનું વાક્ય છે; કેમકે દ્રવ્ય કદી નાશ પામતું નથી, પર્યાય ક્ષણમાં બદલાય છે.
નૈગમાદિ સપ્ત નય –જગતમાં અપેક્ષાવાદ વિના વ્યવહાર થઈ શકતો નથી. ભિન્ન ભિન્ન અપેક્ષાથી વાક્ય સત્ય મનાય છે, જેનાથી લેકમાં વ્યવહાર થાય છે તે અપેક્ષાઓ અથવા નયને બતાવવા માટે જૈન સિદ્ધાંતમાં સાત નય પ્રસિદ્ધ છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂટ, અને એવભૂત, એ સાત નય છે. એમાં પહેલા ત્રણ નય દ્રવ્યાર્થિકમાં સમાય છે; કેમકે તેની દૃષ્ટિ દવ્ય ઉપર રહે છે, શેષ ચાર નય પર્યાયાર્થિકમાં સમાય છે. કારણ કે તેની દષ્ટિ પર્યાય ઉપર રહે છે. તથા છેલ્લા ત્રણ નાની દષ્ટિ શબ્દ ઉપર રહે છે માટે તે શબ્દનય પણ કહેવાય છે અને શેષ ચાર