________________
૫૧૫
નયની દૃષ્ટિ પદાર્થ ઉપર મુખ્યતાથી રહે છે માટે તે અર્થનય પણ કહેવાય છે.
નૈગમન –જેમાં સંકલ્પ કરવામાં આવે તે નૈગમનાય છે. ભૂતકાળની વાતને વર્તમાનમાં સંકલ્પ કરે ઓ ભૂતનૈગમનાય છે. જેમ કે દિવાળીને દિવસે એમ કહેવું કે આજે શ્રી વર્ધમાનસ્વામીને નિવણ દિવસ છે. ભાવિનિગમનય ભવિષ્યની વાતને વર્તમાનમાં કહે છે જેમકે અહંન્ત અવસ્થામાં બિરાજતા કેઈ કેવલીને સિદ્ધ કહેવા વર્તમાન નૈગમનય તે છે કે જે વર્તમાનની અધૂરી વાતને પૂરી કહે છે. જેમકે કેઈ લાકડું કાપતો હોય તેને કેાઈ પૂછે કે શું કરી રહ્યા છો? ત. તે કહે કે કમાડ બનાવી રહ્યો છું, કારણ કે લાડું કાપવામાં એને ઉદ્દેશ કમાડ બનાવવાનું છે.
સંગ્રહનય–જે એક જાતિનાં ઘણું દ્રવ્યોને એક સાથે એકઠા કહે તે સગ્રહનય છે જેમકે સત્ એ દ્રવ્યનું લક્ષણ છે. આ વાક સર્વ દ્રવ્યોને સત બતાવે છે. જીવનું ઉપયોગ લક્ષણ છે એ વાક્ય સર્વ જીવોનું લક્ષણ ઉપયોગ સિદ્ધ કરે છે.
વ્યવહારનય–જે અપેક્ષાથી સંગ્રહનયવડે ગ્રહીત પદાર્થોને ભેદ કરતા જવાય તે વ્યવહારનય છે, જેમ કે દ્રવ્ય છ છે; જીવ સંસારી અને સિદ્ધ છે. સંસારીછવ સ્થાવર અને ત્રસરૂપ છે, સ્થાવર જીવ પૃથ્વીકાય આદિ પાંચ પ્રકારના છે ઇત્યાદિ.
સૂત્રનય–સુક્ષ્મ તથા સ્થૂલ પર્યાયમાત્ર જે વર્તમાનમાં છે તેને ગ્રહણ કરે તે ઋજુસૂત્રનય છે. જેમાં સ્ત્રીને સ્ત્રી પુરુષને પુરુષ, શ્વાનને શ્વાન, અશ્વને અશ્વ, ક્રોધ પર્યાય સહિતને ધી, દયાભાવ સહિતને દયાવાન કહેવું,
શબ્દનય-લિંગ, વચન, કારક, કાલ, આદિના વિરોધરૂપ દોષ ઉપરથી જોતાં જણાય તે પણ વ્યાકરણ કે સાહિત્યના નિયમેની અપેક્ષાએ શબ્દને વ્યવહાર કરવો તે શબ્દનાય છે. જેમ