________________
૫૪
તથા નિશ્ચયનયથી દ્રવ્યરૂપ કથન છે. એમાં શુદ્ધાત્માનુભવની રીતિઓ બતાવી છે, જીવનમુક્ત દશાનાં સાધન બતાવ્યાં છે અને અતીન્દ્રિય સહજસુખની પ્રાપ્તિને સાક્ષાત ઉપાય બતાવ્યો છે. આ ચાર અનુ
ગોનાં શાસ્ત્રોને નિત્ય પ્રતિ યથાસંભવ અભ્યાસ કરવો તે વ્યવહાર સમ્યજ્ઞાનનું સેવન છે.
જેમ સમ્યગ્દર્શનનાં આઠ અંગ છે તેમ સમ્યજ્ઞાનનાં પણ આઠ અંગ છે. જે આઠ અંગો સહિત શાસ્ત્રાભ્યાસ કરવામાં આવે તે જ જ્ઞાનની વૃદ્ધિ થાય અને અજ્ઞાનને નાશ થાય. તેમ જ ભાવની શુદ્ધિ થાય, કષાયની મંદતા થાય, સંસારથી રાગ ઘટે, વૈરાગ્ય વધે, સમ્યફત્વની નિર્મલતા થાય અને ચિત્તનિરોધ (વૃત્તિને રેવા) ની કલા માલૂમ પડે. આઠ અંગોને ધ્યાનમાં રાખીને શાસ્ત્રોનો અભ્યાસ કરનાર મન વચન કાયાને લીન કરી દે છે. ભણતાં ભણતાં આત્મા નંદનો અનુભવ આવી જાય છે,
સમ્યજ્ઞાનના આઠ અંગ:-(૧) ગ્રંથશુદ્ધિશાસ્ત્રનાં વાકયોને શુદ્ધ ભણવાં, જ્યાં સુધી શુદ્ધ નહિ ભણાય ત્યાં સુધી તેને અર્થ ભાસશે નહિ.
(૨) અર્થશુદ્ધિ-શાસ્ત્રના અર્થ બરાબર સમજવા. જે આચાર્યોએ ગ્રંથની રચના કરી છે તેમણે પોતાનું જ્ઞાન પદેની સ્થાપનામાં રાખી દીધું છે, તે તે સ્થાપનારૂપ પદેકારા જે જ્ઞાન ગ્રંથર્તાઓએ એમાં ભર્યું છે, કે સ્થાપન કર્યું છે તે જ જ્ઞાન ગ્રહણ કરી લેવું જરૂરતું છે. જેમ પરદેશથી આવેલે પત્ર એવી રીતે વાંચીને સમજી લેવામાં આવે છે કે જે ભાવાર્થ પત્ર લખનારે લખ્યો હોય તે ખરેખર જાણ લેવામાં આવે તે જ પત્ર વાંચવાનો લાભ થાય છે. તેમ ગ્રંથના યથાર્થ ભાવ સમજવા તે અર્થ શુદ્ધિ છે.
(૩) ઉભયશુદ્ધિ-ગ્રન્થને શુદ્ધ ભણવા અને શુદ્ધ અર્થ સમજવા, બંનેનું ધ્યાન એક સાથે રાખવું તે ઉભયશુદ્ધિ છે.