________________
૫૦૭
કાયને અશ્વિત સ્થા
થથી,
સ્પર્શ કરીને ખાટા, મીઠું, તીખો, તૂરે, કહ, કે મિશ્રિત સ્વાદ જાણ; નાસિકા ઈન્દ્રિયથી ગધયોગ્ય પદાર્થને સુંધીને સુગન્ધ કે દુધ જાણવી; ચક્ષુ ઈન્દ્રિયથી, સ્પર્શ કર્યા વગર, દૂરથી કઈ પદાઈને સફેદ, લાલ, પીળો, વાદળી, કાળા કે મિશ્રિત રંગ કે રૂપ જાણવું, કાનથી શબ્દ સ્પર્શ કરીને સુંદર કે અસુંદર શબ્દ જાણ; મન દ્વારા દૂરથી ડેઈ અપૂર્વ વાતને એકાએક જાણી લેવી. એવી રીતે જે સીધું જ્ઞાન ઇન્દ્રિય કે મનથી થાય છે તેને મતિજ્ઞાન (direct knowledge through senses and mind) કહેવાય છે. એટલે મતિજ્ઞાનાવરણને ક્ષયપશમ થાય છે તેટલી જ વિશેષ મતિજ્ઞાનની શક્તિ પ્રગટ થાય છે. એટલા માટે સર્વ પ્રાણુઓનું મતિજ્ઞાન એક સરખું હેતું નથી. કેઈને થોડું તે ફેઈને વધારે કોઈને મન્દ તે
ઈને તીવ્ર હોય છે. જાણેલી ચીજ સ્મરણમાં આવવી, એકવાર ઇન્દ્રિયે કે મનથી જાણેલી ચીજને ફરી ગ્રહણ કરી ઓળખવી કે આ તે જ છે, એવું સંજ્ઞાજ્ઞાન, તથા જ્યાં જ્યાં ધુમાડે હેાય ત્યાં આગ હેવી જ જોઈએ, જ્યાં જ્યાં સૂર્યને પ્રકાશ હોય ત્યાં ત્યાં કમલા પ્રફુલ્લિત થાય જ એવું ચિંતાજ્ઞાન, ચિન્હને દેખીને કે જાણુને પદાઈને જાણુ, ધૂમાડાને દેખીને અનિ છે એમ જાણવું એ અનુમાનજ્ઞાન, એ સર્વે મતિજ્ઞાન છે કારણ કે મતિજ્ઞાનાવરણકર્મના ક્ષપશમથી થાય છે. - શ્રુતજ્ઞાન –મતિજ્ઞાનથી જાણેલા પદાર્થદ્વારા બીજા પદાર્થને કે વિષયને જાણ તે શ્રુતજ્ઞાન છે, જેમ કાનથી આત્મા શબ્દ સાંભળ્યો એ મતિજ્ઞાન છે. આત્મા શબ્દથી આત્માના ગુણપર્યાય આદિને બંધ થશે તે શ્રુતજ્ઞાન છે. એટલા માટે શાસ્ત્રજ્ઞાનને શ્રતજ્ઞાન કહે છે. આપણે અક્ષરો વાંચીએ છીએ અથવા સાંભળીએ છીએ, તે દ્વારા ફરી મનથી વિચાર કરીને શબ્દ વડે જે જે પદાર્થોને સંકેત હોય છે તેને બરાબર જાણી લઈએ છીએ તે શ્રતજ્ઞાન છે. આ શ્રુતજ્ઞાન મનઠારા જ થાય છે. શ્રુતજ્ઞાનના બે ભેદ