________________
૫૦૫
(૪) કાલાધ્યયન-શાને એવા વખતે ભણવાં જોઈએ કે જ્યારે પરિણામમાં નિરાકુળતા હોય, સંધ્યાને સમય આત્મધ્યાન તથા સામાયિક કરવાનું હોય છે તે તે સમય એટલે સવાર, બપોર તથા સાંજ બાદ કરે અને એ સમય પણ હોય છે કે જ્યારે શાસ્ત્રાભ્યાસમાં ઉપયોગ ન જોડાય, જેમકે કોઈને ઘેર સંકટ આવી પડયું હોય, તેફાન થઈ રહ્યું હેય, ધરતીકંપ થઈ રહ્યો હોય, ઘર કલહ કે યુદ્ધ થઈ રહ્યું હોય કે કોઈ મહાપુરુષના મરણને શેક મનાઈ રહ્યો હોય, એવા આપત્તિઓના સમયે શાંતિપૂર્વક ધ્યાન કરવું યોગ્ય છે.
(૫) વિનય –ધણા આદરપૂર્વક શાસ્ત્રો ભણવાં જોઈએ.ભાવોમાં ઘણી ભક્તિ રાખવી જોઈએ કે હું શાસ્ત્રો એટલા માટે ભણું છું કે મને આત્મજ્ઞાનને લાભ થાય અને મારા જીવનનો સમય સફળ થાય. અંતરંગ પ્રેમપૂર્ણ ભકિતને વિનય કહે છે.
(૬) ઉપધાન–ધારણ કરતાં જતાં (યાદ રાખતાં જતા) ગ્રન્થને ભણવા જોઈએ; વાંચવા જોઈએ. જે કંઈ વાંચવામાં આવે તે અંદર સ્થિર થતુ જાય કે જેથી ફરી સ્મરણમાં આવી શકે. જે વાંચ વાંચ કરવામાં આવે પણ ધ્યાનમાં ન લેવાય તે અજ્ઞાનને નાશ થઈ શકે નહિ. એટલા માટે એકાગ્રચિત્ત થઈને વિચાર સહિત વાચવુ અને યાદ રાખતા જવું તે ઉપધાન છે. એ બહુ જરૂરી અંગ છે, જ્ઞાનનું પ્રબળ સાધન છે.
(૭) બહુમાન–શાસ્ત્રને બહુમાન કે પ્રતિષ્ઠાપૂર્વક વિરાજમાન કરીને ભણવું જોઈએ, ઊંચે બાજઠ ઉપર મૂકીને, આસનપૂર્વક બેસીને ભણવું ઉચિત છે. શાસ્ત્રને સારાં પૂઠાં અને બાંધવાનાં કપડાથી સુશોભિત કરીને જ્યાં ઉધેઈન લાગે, શાસ્ત્ર સુરક્ષિત રહે તે સ્થળે વિરાજમાન કરવા જોઈએ,