________________
૫૦૮
છે. અક્ષરાત્મક શ્રુતજ્ઞાન, અનક્ષરાત્મક શ્રુતજ્ઞાન, જે અક્ષરધારા અર્થ વિચારવાથી થાય છે તે અક્ષરાત્મક શ્રુતજ્ઞાન છે, જેમકે શાસ્ત્રધારા જ્ઞાન, સ્પર્શનાદિ ઈન્દ્રિયોથી મતિજ્ઞાનઠારા પદાર્થોને જાણને ફરી તે જ્ઞાનઠારા તે પદાર્થમાં હિતરૂપ કે અહિતરૂપ બુદ્ધિ થાય તે અક્ષરાત્મક શ્રુતજ્ઞાન છે. એ એકેન્દ્રિયાદિ સર્વ પ્રાણીઓને હોય છે. જેમ વૃક્ષને કુહાડીને ઘા કરવાથી તેને કઠેર સ્પર્શનું જ્ઞાન થવું તે મતિજ્ઞાન છે. પછી તેને દુખની લાગણી થવી તે શ્રુતજ્ઞાન છે. કીડાને જીભદ્વારા
સ્વાદનું જ્ઞાન થવુ તે મતિજ્ઞાન છે. પછી તેને તે સુખદાયી કેદુઃખદાયી ભાસવું તે શ્રુતજ્ઞાન છે કીડીને દૂરથી સુગધ આવવી તે મતિજ્ઞાન છે. પછી સુગંધિત પદાર્થની નજીક આવવાની બુદ્ધિ થવી તે શ્રુતજ્ઞાન છે. પત ગીઆને આંખથી દીવાને રંગ દેખી શાન થવું તે મતિજ્ઞાન છે. તે હિતકારી ભાસવું શ્રુતજ્ઞાન છે. કર્ણથી કાર શબ્દ સાંભળો મતિજ્ઞાન છે, તે અહિતકારી ભાસે તે શ્રુતજ્ઞાન છે. મતિ શ્રુતજ્ઞાન સર્વ પ્રાણીઓને સામાન્ય રીતે હેય છે. એન્દ્રિયાદિ પંચેદિય પર્યત સર્વને એ બે જ્ઞાનથી ઓછાં જ્ઞાન હેતાં નથી. આ એ જ્ઞાનેની શક્તિ હોય છે પરંતુ એ જ્ઞાન પણ કમથી કામ કરે છે.
અવધિજ્ઞાન:–અવધિ નામ મર્યાદાનું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની મર્યાદામાં રહેલાં પુગલનું અથવા પુદગલ સહિત અશુદ્ધ જીવોનું વર્ણન જાણવું તે આ જ્ઞાનનું કામ છે. દ્રવ્યથી કહેવાને હેતુ એ છે કે મોટા પદાર્થોને જાણે કે સૂક્ષ્મ પદાર્થોને જાણે, ક્ષેત્રથી કહેવાનો હેતુ એ છે કે કેટલે દૂર સુધીના પદાર્થને જાણે, એક કેસ સુધીના, સો કેશ સુધીના, હજાર કેશ સુધીના કે દશ હજાર આદિ કોશ સુધીના પદાર્થો જાણે, કાલથી કહેવાનો હેતુ એ છે કે કેટલા સમય આગળ કે પાછળનાને જાણે, દશ વર્ષ, સે વર્ષ, એક ભવ કે અનેક ભવને આગળ પાછળ જાણે. ભાવનો અર્થ અવસ્થાવિશેષ કે સ્વભાવવિશેષ તે છે. અવધિજ્ઞાનના બહુ ભેદ થઈ શકે છે, જેને જેટલે અવધિજ્ઞાનાવરણ કર્મને ક્ષયોપશમ થાય છે તેને