________________
૫૦૩
બીજો અનુયાગ કરણાનુયોગ છે એમાં ચાર ગતિનું સ્વરૂપ તથા લોકનું સ્વરૂપ બતાવ્યું છે. છની અવસ્થાના ભેદ, ગુણસ્થાન અને માર્ગણાસ્થાનું કથન તથા કર્મોને બંધ, ઉદય, સત્તા આદિનું નિરૂપણ છે. આત્માની અવસ્થાઓ કર્મના સાગથી ભિન્ન ભિન્ન પ્રકારની થાય છે તે સર્વ હિસાબ તેમાં બતાવ્યો છે. અધ્યાત્મજ્ઞાન માટે આ જ્ઞાનની બહુ આવશ્યક્તા છે. જે ગુણસ્થાનને સમજે તે જ બરાબર જાણી શકે કે સમ્યગ્દષ્ટિ કઈ અપેક્ષાએ બંધક અને કઈ અપેક્ષાએ અબંધક છે, તથા કર્મબધ કયા ગુણસ્થાનક સુધી હેય છે, અને કર્મોની અવસ્થા કેવી રીતે બદલી શકાય છે. આ આત્મજ્ઞાનને બહુ સહકારી છે, કર્મ પુગલની સંમતિથી જીવન સઘળા વ્યવહારનૃત્યનું દિગ્દર્શન આ અનુગથી થાય છે.
ત્રીજો અનુગ ચરણાનુગ છે - મન વચન કાયાને સ્થિર કરવા માટે સ્વરૂપાચરણમય નિશ્ચયચારિત્ર પ્રાપ્ત કરવા માટે, જે જે વ્યવહારચારિત્રની આવશ્યકતા છે તે સર્વ આ અનુગમાં બતાવ્યું છે. સાધુનું ચારિત્ર, ગૃહસ્થ શ્રાવકનું ચારિત્ર, એ સર્વ વિસ્તારપૂર્વક એવી રીતે બતાવ્યું છે કે દરેક સ્થિતિના માનવ પિતાની
ગ્યતા અનુસાર તેનું આચરણ કરી શકે, સહજ સુખનું સાધન કરતાં છતાં રાજ કર્તવ્ય, દેશરક્ષા કર્મ, વાણિજય કર્મ, કૃષિ કર્મ, શિલ્પ કર્મ આદિ ગૃહસ્થને ગ્ય આવશ્યક કર્મ પણ કરી શકે, અને દેશપરદેશમાં નાના પ્રકારનાં વાહન દ્વારા મુસાફરી કરી શકે. એમ લૌકિક ઉન્નતિ સર્વ પ્રકારની ન્યાયપૂર્વક કરતા છતાં સહજ સુખનું સાધન કરી શકાય. જેમ જેમ વૈરાગ્ય વધતો જાય તેમ તેમ ચારિત્ર અધિક અધિક પાળી શકાય અને અધિક અધિક આત્મધ્યાનની ઉન્નતિ કરી શકાય.
ચેાથે અનુયાગ દ્રવ્યાનુયોગ છે; એમાં છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તત્વ અને નવ પદાર્થનું વ્યવહારનયથી પર્યાયરૂપ