________________
૫૦૨
તે ભાવના એવી રાખે છે કે આ સરાગતા ત્યારે મટે અને હુ વીતરાગ થઈ જાઉ, તત્ત્વજ્ઞાની સમ્યક્ત્વી, હું નિશ્ચયથી પરમાત્માવત શુદ્ધ નિર્વિકાર જ્ઞાતાદૃષ્ટા છું, એવું નાન તે આત્મજ્ઞાન કહેવાય છે. એ જ આત્મજ્ઞાન પરમ સુખસાધન છે. એ આત્મનાનને જ નિશ્ચય સમ્યગ્નાન કહે છે, તેને જિનવાણીના સાર ભાવશ્રુતજ્ઞાન કહે છે, એ આત્મજ્ઞાનમાં ઉપયાગની સ્થિરતાને સ્વપાચરણ ચારિત્ર કહે છે, સ્વાનુભવ કહે છે, કે આત્મધ્યાન કહે છે. ભાવશ્રુતજ્ઞાન દ્વારા આત્માને અનુભવ ખીજના ચંદ્રમા તુલ્ય છે. તે જ અભ્યાસના બળથી વધતા વધતા પૂર્ણ ચંદ્રમારૂપ દેવલજ્ઞાન થઈ જાય છે. જેરત્નત્રયથી સહજ સુખની સિદ્ધિ થાય છે તેમાં આત્મજ્ઞાન જ નિશ્ચય સઝાન છે.
આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે દ્રવ્યશ્રુત દ્વારા છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તત્ત્વ અને નવ પદાર્થાનું જ્ઞાન આવશ્યક છે, તે પ્રાપ્ત કરવા પરમાગમને અભ્યાસ કરવા બહુ અગત્યને છે આ શાસ્ત્રાભ્યાસને વ્યવહાર સમ્મજ્ઞાન કહે છે.
વ્યવહાર સભ્યજ્ઞાન:જિનવાણીમાં અનેક શાસ્ત્રોને સંગ્રહ છે. ચાર અનુયાગામાં તે વહેંચાયલા છે, જેને ચાર વેદ પણ કહેવાય છે.
પ્રથમાનુયાગ:-પ્રથમ અવસ્થામાં અલ્પ જ્ઞાનવાળા શિષ્યાને તત્ત્વજ્ઞાનની રુચિ કરાવવા જે સમ” થાય તેને પ્રથમાનુયાગ કહે છે. તેમાં જે મહાન પુરુષ અથવા સ્ત્રીએએ ધર્મ તે ધારણ કરી આત્માની ઉન્નતિ સાધ્ય કરી છે તેમનાં વનચરિત્ર હોય છે. જેને પાપ કરવાથી ઘણાં દુ:ખની પ્રાપ્તિ થઇ હાય અને પુણ્ય કરવાથી સુખ સાતાઢારી સાધનેની પ્રાપ્તિ થઇ હેાય એવાં ચરિત્રોનુ પણ તેમાં થન હેાય છે. આ પ્રકારનાં વના વાંચવાથી, બુદ્ધિ ઉપર એવી છાપ પડે છે કે આપણે પશુ ધર્મનાં સાધને કરીને આપણું આત્મહિત સાધવુ ચેાગ્ય છે.