________________
૫૦૧
વસ્તુનું શું સ્વરૂપ છે? સ્વભાવ કે વિભાવ પર્યાયની અપેક્ષાએ વસ્તુનું શું સ્વરૂપ છે? એ સર્વજ્ઞાન જેવું કેવલી ભગવાનને હોય છે તેવું જ સમ્યગ્દષ્ટિને હેાય છે. ફક્ત ભેદ એટલો છે કે કેવલી ભગવાન શુદ્ધ સ્વાભાવિક કેવલજ્ઞાનથી જાણે છે જ્યારે શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાનઠારા પરોક્ષ જાણે છે. કેવલજ્ઞાની અધિક પર્યાને જાણે છે, કૃતજ્ઞાની થોડા પર્યાને જાણે છે, પરંતુ જેટલું શ્રુતજ્ઞાની જાણે છે તેટલું તે કેવલજ્ઞાનીના જેવું જાણે છે, તેને અનુકુળ જાણે છે તેથી પ્રતિકૂળ જાણતા નથી. અથવા જેમ કેવલજ્ઞાની સર્વસ્વ જાણતા છતાં પણ પૂર્ણ વીતરાગ છે તેવી જ રીતે સમ્યગ્દષ્ટિનું જ્ઞાન પણ વીતરાગભાવથી જાણે છે, રાગદ્વેષ કર્યા વગર પિતાની અને બીજાની કમજનિત અવસ્થાઓને વસ્તુસ્વરૂપે જાણે છે એટલા માટે સમ્યગ્દષ્ટિને પણ જ્ઞાતા કહેવાય છે, ઉદાસીન કહેવાય છે.
માત્ર અંતર એટલું છે કે સમ્યગ્દષ્ટિ બે પ્રકારના હોય છેએક વીતરાગ, બીજા સરાગ. ધ્યાનસ્થ આત્મલીન સમ્યગ્દષ્ટિને વિતરાગ કહેવાય છે, તે સંપૂર્ણ મન વચન કાયાની ક્રિયાઓથી વિરક્ત રહીને એવી રીતે આત્માના આનદને સ્વાદ લઈ રહ્યા છે કે જેવી રીતે સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા લે છે. સરાગ સમ્યકત્વી મન વચન કાયાની ક્રિયાઓ રાગપૂર્વક કરે છે તથાપિ તે પિતાને એ સર્વ ક્રિયાઓના કર્તા માનતા નથી, આત્મા જ્ઞાતાદષ્ટ છે, એવી બુદ્ધિ રાખે છે, કષાયના ઉદયથી તેને વ્યવહાર કર્યો તપતાની પદવી પ્રમાણે કરવા પડે છે. તેને તે પિતાનું કર્તવ્ય જાણતા નથી, કર્મોદયજનિત રોગ જાણે છે. તે સરાગ સમ્યકત્વીનું જ્ઞાન તથા શ્રદ્ધા તે વીતરાગ સમ્યગ્દષ્ટિના જેવાં છે, માત્ર ચારિત્રમોહના ઉદયને અપરાધ છે, તેને તે સમ્યગ્દષ્ટિ કર્મને ઉદય જાણે છે તેને પરરૂપે અનુભવ કરે છે. સર્વ મન, વચન, કાયાની ક્રિયાઓ પણ પર જાણે છે, એટલા માટે તે પણ પૂર્ણ ઉદાસીન છે.