________________
૪૯૯
જ્ઞાનનું કામ માત્ર જાણવું, માત્ર પ્રકાશ કરે તે છે; જેવાં દ્રવ્ય ગુણ, પર્યાય છે તેવાં જ જાણવાં એ છે; ન ન્યૂન જાણવાં, ન અધિક જાણવાં કેન વિપરીત જાણવા-શુદ્ધ જ્ઞાન એ દ્રવ્યોના ભિન્નભિન્ન સ્વભાવને જાણે છે, મૂળ સ્વભાવને જાણે છે તથા તે દ્રવ્યો પરસ્પર એક બીજાને કેવી રીતે સહાયક થાય છે તે પણ જાણે છે.
ધર્મ, અધમ, આકાશ, કાલ ક્રિયારહિત સ્થિર છે. તે પોતે વિભાવરૂપે કે ઉપાધિરૂપે પરિણમતાં નથી, કેવલ દ્રવ્યોને હલનચલનમાં, સ્થિર રહેવામાં, અવકાશ પામવામા અને પરિવર્તનમા ઉદાસીનરૂપે સહાય કરે છે. સંસારી જીવ અનાદિકાલથી કર્મથી બંધાએલો છે. કર્મ પુદગલ છે, જીવ અને પુગલમાં પરના નિમિત્તથી વિભાવરૂપ પરિણમવાની શક્તિ છે. તેથી છોમાં કર્મના ઉદયથી વિભાવભાવ, રાગાદિ ભાવ, અજ્ઞાન ભાવ, અસયત ભાવ થાય છે, તે ભાવના નિમિત્તથી કર્મ પુદ્ગલ આવીને જીવના કામણ શરીરની સાથે બંધાઈ જાય છે. તેને બંધ કેવી રીતે થાય છે, તે કઈ કઈ અને કેવી કેવી રીતે પિતાની અસર બતાવે છે તથા તે કેવી રીતે દૂર થાય છે, જીવ અને કર્મની પરસ્પર નિમિત્ત નૈમિત્તિક ક્રિયાથી શું શું થાય છે, તે સર્વ વ્યવસ્થાને પણ શુદ્ધ જ્ઞાન જાણે છે.
અભિપ્રાય એ છે કે એ દ્રવ્યોને, તેમને સામાન્ય અને વિશેષ ગુણને, તેમની સ્વાભાવિક અને વૈભાવિક પર્યાને-ગતની સર્વ વ્યવસ્થાને શુદ્ધ જ્ઞાન બરબર જાણે છે. જેમ સૂર્ય પ્રકાશ ઘટ પટ, નગર દ્વાર, ગલી, મહેલ, વૃક્ષ, પર્વત, કાંકરા, પત્થર, તાંબુ, લેતું, પીતળ, નદી, સરોવર, ખાઈ, ખાધરા આદિ સર્વ પદાર્થોનેતેમના આકારને જેમ છે તેમ દેખાડે છે તેમ શુદ્ધ જ્ઞાન સૂર્યના પ્રકાશની માફક સર્વ પદાર્થોના સર્વ સ્વરૂપને યથાતથ્ય જાણે છે તથા સૂર્યની માફક સર્વને પ્રકાશ કરતાં છતાં કાઈપર રાગ દ્વેષ કરતું નથી, કેઈ સૂર્યને અર્ધ (પૂજાની સામગ્રી) ચઢાવે છે તે તેના ઉપર પ્રસન્ન