________________
૫eo
થતો નથી, કેઈ સૂર્યની નિન્દા કરે છે તે તેના ઉપર અપ્રસન્ન કે ક્રોધિત થતો નથી–પૂર્ણ સમદર્શી છે. પિતાના તાપ અને પ્રકાશથી સર્વ પદાર્થોને ગુણકારી થાય છે–તે કાંઈ વિચાર કરતો નથી કે અમુકને લાભ આપું કે અમુકને હાનિ પહોંચાડુ. એ તે પૂર્ણ રીતરાગતાથી પ્રકાશ કરે છે. પછી ભલે કઈ લાભ માની લે કે કઈ હાનિ માની લે. તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ સર્વ દ્રવ્ય, ગુણ, પર્યાને યથાર્થ જાણતાં છતાં પણ નથી કેઈ પર રાગ કરતું કે નથી ઠેષ કરતું, પ્રશંસા કરવાથી નથી ઉન્મત્ત થતું કે નિન્દા કરવાથી નથી રોષ કરતું. પૂર્ણ સમદર્શી, વીતરાગી, નિરાકુલ રહે છે. જેવી રીતે સર્વજ્ઞ વીતરાગપણું એ સિહ પરમાત્માને સ્વભાવ છે તેવી જ રીતે સર્વજ્ઞ વીતરાગપણું એ દરેક આત્માને સ્વભાવ છે.
આત્માના સ્વભાવમાં મેહનો કિંચિત્ પણ મલ નથી એટલા માટે આત્માનું જ્ઞાન જાણતાં છતાં પણ નથી ક્રોધ કરતું નથી માન કરતું નથી માયા કરતું નથી લાભ કરતું, નથી હાસ્યભાવ કરતું, નથી રતિ કરતુ, નથી અરતિ કરતું, નથી શેક કરતું, નથી ભય પામતું, નથી જુગુપ્સા કે ઘણુ કરતું, કે નથી કેાઈ પ્રકારે કામનો વિકાર ઉત્પન્ન કરતું. તે મેહ મદિરાના સયોગ વિના કિચિત પણ માહિત થતું નથી, દેષિત (દુષ્ટ) થતું નથી. આત્માને સ્વભાવ સર્વત્તા વીતરાગતા છે એ જ્ઞાન સમ્યજ્ઞાન છે. વિભાવપણું અલ્પજ્ઞાનપણું એ જ્ઞાનાવરણકર્મના ઉદયથી છે. રાગદ્વેષ મેહ,મેહનીયકર્મના ઉદયથી છે. બીજી જેટલી અંતરંગ વૈભાવિક અવસ્થાઓ આત્માની થાય છે તે ચાર ઘાતીય કર્મોના ઉદયથી છે. જે કઈ બાહ્ય સામગ્રીને સંગ આત્માને પ્રાપ્ત થાય છે તે ચાર અઘાતીય કર્મના ઉદયથી છે એમ સમ્યજ્ઞાન જાણે છે. સિદ્ધ પરમાત્મા, અરહંતકેવલી પરમાત્માના જ્ઞાનમાં અને અવિરત કે વિરત સમ્યગ્દષ્ટિના જ્ઞાનમાં પદાર્થોનું સ્વરૂપ જાણવાની અપેક્ષાએ કઈ ભેદ નથી. જેવું કેવલી જાણે છે તેવું જ સ્યાદાદી શ્રુતજ્ઞાની સમ્યગ્દષ્ટિ પણ જાણે છે. અર્થાત દ્રવ્યની અપેક્ષાએ