________________
જેવા જવું છે, અમુકની સાથે અમુક અમુક વાતો કરવી છે, એવું બહુ પ્રકારનું ભવિષ્યનું જ્ઞાન પણ છે. ત્રણ કાળનું એક સાથે જ્ઞાન ન હોય તે સની ઘરેણાં ઘડી શકતા નથી, એજીનીઅર મકાન બનાવી શકતા નથી, અધ્યાપક ભણાવી શકતો નથી, યાત્રાળુ અમુક સ્થાન ઉપર પહોંચી શકતો નથી. પર્વતની ટોચ ઉપર પહોંચીને એક મંદિરના દર્શન કરવાં છે, હું અમુક સ્થાનથી ચાલીને અહીં આવ્યો છું, પર્વતને માર્ગ બે કલાકમાં અમુક અમુક માર્ગે જઈ પૂરો કરીશ, એ સર્વ જ્ઞાન એક સાથ હેય છે. એ જ્ઞાનને લીધે તે પર્વતના શિખર પર પહોંચી જાય છે.
અલ્પજ્ઞાનીને પિતાના જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ અનુસાર ડું ત્રિકાળજ્ઞાન હેય છે તે પછી સર્વજ્ઞને, અનતજ્ઞાનીને કે સર્વ આવરણથી રહિત નિર્મલ પ્રકાશમાન જ્ઞાનજ્યોતિને ત્રિકાલગોચર સર્વ વિશ્વના અનંતદ્રવ્યનું, તેના ગુણોનું, તેમ જ તેના પર્યાનું જ્ઞાન થઈ જાય છે તેમાં કાંઈ આશ્ચર્ય કે સંશયની વાત નથી. શુદ્ધજ્ઞાન પણ જો કઈકન જાણે તે પછી તે જ્ઞાન શુદ્ધ પણ શાનું? તે તો જેટલે અંશે જાણે નહિ, તેટલે અંશે અવશ્ય અશુદ્ધ છે એમ કહેવાય. શુદ્ધ જ્ઞાન બપોરના સર્વ સમાન વિશ્વવ્યાપીયને એક સાથે જાણે છે એક સાથે પ્રકાશ કરે છે. તેને કંઈ જાણવું બાકી રહેતું નથી.
સર્વજ્ઞત્વની શક્તિ આત્મજ્ઞાનીમાં પણ છે. એટલે જેટલો અજ્ઞાનને પડદે ખસતો જાય છે તેટલે તેટલે જ્ઞાનને વિકાસ કે જ્ઞાનને પ્રકાશ થતો જાય છે તેટલું તેટલું જ્ઞાન ઉન્નતિરૂપ કે વર્ધમાન થતું જાય છે. એક બાળક જન્મ સમયે ઘણું અલ્પ જાણે છે તેને જેટલી જેટલે અનુભવ વધે છે, જેટલી જેટલી તે વિદ્યા ભણે છે તેટલે તેટલે તે અધિક અધિક જ્ઞાની થતો જાય છે. જેમ બીજાઓ પાસેથી મેળવીને ધનને સંચય કરવાથી ધનની વૃદ્ધિ કરવામાં આવે છે, અથવા છૂટું છવાયું પાણું એક સરોવરમાં એકત્ર કરવાથી સરોવરમાં