________________
૪૮૭
પિતાની સર્વ રિદ્ધિ પ્રગટ થાય છે, અન્યની ઈચ્છા રહેતી નથી, ઇક આવી દાસ થાય છે, કર્મશત્રુને નાશ થાય છે, આત્મદ્રવ્યની ઉજવલતા પ્રકાશે છે, આત્માના ગુણરૂપી ઈષ્ટસંપદાની પ્રાપ્તિ થાય છે, ત્રણ લેકનાં પ્રાણીઓને સુખ થાય છે અને સત્ય ધર્મને વાસ થાય છે. સમ્યકત્વ પ્રગટ થવાથી આવી સત્ય સાહ્યબી પ્રગટે છે.
સવૈયા-ર૩. જાકે ઘટ સમક્તિ ઉપજત હૈ, સે તે કરત હંસકી રીત, ક્ષીર ગહત છડિત જલકે સગ, બાકે કુલકી યહ પ્રતીત, કેટિ ઉપાય કરે કેક ભેદસ, ક્ષીર ગહે જલ નેકુ ન પીત, તૈસે સમ્યકવત ગહે ગુણ ઘટ ઘટ મધ્ય એક નયનીત, ૯૨
(શતઅષ્ટતરી) જેમ હંસના કુળની એવી રીત હોય છે કે દૂધ દૂધને ગ્રહણ કરે અને પાણીને છોડી દે, અનેક યુક્તિઓ વડે ઈ કોટિ ઉપાય કરે તે પણ હંસ દૂધ જ ગ્રહણ કરે છે અને લેશ પણ પાણું ગ્રહણ કરતું નથી, તેમ જેના હૃદયને વિષે સમ્યગદર્શન પ્રગટે છે તેમની રીતિ પણ હંસના જેવી જ હોય છે. તે સમ્યગ્દષ્ટિ પુરુષ પ્રત્યેક દેહમાં શુદ્ધ નિશ્ચયનયથી બિરાજમાન એક આત્મદેવને ગ્રહણ કરે છે. સિહસમાન ચિદાનંદ જાનિકે, થાપત હૈ ઘટકે ઉર બીચ, વાકે ગુણ સબ બાહિ લગાવત, ઔર ગુણહિ સબ જાનત કીચ, જ્ઞાન અનંત વિચારત અંતર રાખત હૈ જિયકે ઉર સીંચ, ઐસે સમક્તિ શુદ્ધ કરતુ હૈ, તિનતે હેવત મેક્ષ નીચ. ૯૩
આ ચિદાનંદમય આત્માને સિદ્ધસમાન જાણી પિતાના હૃદયને વિષે સ્થિર કરે છે, આત્માના ગુણને જ આત્મામાં જાણે છે, માને છે. અને પરના સર્વ ગુણને, કાદવ સમાન મલિન કરનાર પરરૂપ જાણે છે, આત્માનું જ્ઞાન અનંત છે એમ ચિત્તને વિષે વિચારે છે, અને તે જ્ઞાનના સિંચનથી પિતાના હૃદયને ભરપૂર રાખે છે એવા