________________
૪૮૫
દેહ તપે, બહુ જાપ જપૈ નવિ આપ જપે મમતા વિસ્તારી. તે મુનિ મૂઢ કરે જગરૂટ, લહૈ નિજ ગેહ ન ચેતનધારી. ૫૬
મૌન રહે, વનવાસને ગ્રહણ કરે, સંસારના સુખની ઇચ્છાને, કામનો નાશ કરે, ઘણાં દુઃખ સહન કરે, પાપને પરિહરે, પુણ્યરીતિને આચરે, સુખકારી જિનવાણીને હૃદયમાં ધારણ કરે, કાયાને કષ્ટ આપે, બહુ પ્રકારના જાપ જપે એમ અનેક પ્રકારે મમતાને વધારે, પણ પિતાના આત્મસ્વરૂપને જાપ કે સ્મરણ કરે નહિ તે મુનિ મૂઢ અજ્ઞાની છે, અને માત્ર લૌકિક રૂઢિ આચરે છે, પણ શુદ્ધ ચેતન્યમય નિજ સહજ આત્મપદને પામતો નથી. (૨૮) ભૈયા ભગવતીદાસ બ્રહ્મવિલાસમાં કહે છે – ભૌ સ્થિતિ નિકટ હેવ કર્મબંધ મંદ હોય,
પ્રગટ પ્રકાશ નિજ આનંદકે કંદ, હિતકે દાવ હેય વિનૈ બઢાવ હૈય,
ઉપજે અક્ષર જ્ઞાન દ્વિતીયાકે ચદકે સુગતિ નિવાસ હેય દુર્ગતિ નાશ હોય,
અપને ઉછાહ દાહ કરે મેહ ફદ; સુખ ભરપૂર હોય દેશ દુઃખ દૂર હૈય, યાત ગુણવૃન્દ કહે સમ્યક સુ છન્દકે. ૮
પુણ્ય પચીસકા. ભવસ્થિતિ પરિપકવ થાય છે અને કર્મબંધ મંદ થાય છે, ત્યારે આનંદનું ધામ એવા આત્મસ્વરૂપને પ્રકાશ થાય છે આત્મહિતની સુદઢતા થાય છે, વિનયની વૃદ્ધિ થાય છે, બીજના ચંદ્રની માફક બાધબીજના રે ઉગે છે, સુગતિમાં નિવાસ થાય છે, દુર્ગતિ ટળી જાય છે, આત્માને પુરુષાર્થ મેહજાળને બાળી ભસ્મ કરે છે. સર્વ દેશ અને દુઃખ ટળી જાય છે અને પરિપૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે તેથી સમ્યકત્વનાં પરિણામને ગુણને વૃન્દ કહેવાય છે. !