________________
ભંગુર છે અને ઇન્દ્રિયોગ અખિકારી, તૃષ્ણવર્ધક તથા નાશવંત છે. સહજ સુખ આત્માનો સ્વભાવ છે, સુખનું સાધન વાત્માનુભવ કે આત્મધ્યાન છે. એ આત્મધ્યાન સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્રની એકતારૂપ છે. નિશ્ચયથી એ ત્રણેય એક આત્મારૂપ જ છે, વ્યવહારથી એ ભિન્ન ભિન્ન કહેવાય છે અને નિશ્ચયના સાધનરૂપ એ વ્યવહારને બહુ વિસ્તાર છે, એ ત્રણેમાંથી સમ્યગ્દર્શનનું વ્યવહાર અને નિશ્ચયથી કંઈક સ્વરૂપ આત્માનંદના પિપાસુઓને માટે કહેવાઈ ગયું છે હવે સમ્યજ્ઞાનનું નિશ્ચય-વ્યવહાર કથન આ અધ્યાયમાં કહેવાય છે.
જેમ સમ્યગ્દર્શન ગુણ આત્માને સ્વભાવ છે તેમ જ્ઞાન ગુણ પણ આત્માને સ્વભાવ છે. સમ્યગ્દર્શન સહિત જે જ્ઞાન છે તેને સમ્યજ્ઞાન કહેવાય છે. નિશ્ચયથી જ્ઞાન સ્વર્ય (પતિ) સમ્યફ છે, યથાર્થ છે. કારણ કે જ્ઞાન એક એવો વિશેષ ગુણ છે કે જે પુદગલ, ધર્મ, અધર્મ, આકાશ તથા કાલ એ પાચે દ્રવ્યમાં નથી. તેથી તે જડ છે. પરંતુ આત્મામાં તે છે. તે સર્વ અંધકારરૂપ છે. જ્ઞાન જ એક પ્રકાશરૂપ છે. જ્ઞાનને સ્વભાવ સૂર્યના પ્રકાશ જેવો છે. જેમ સૂર્ય એક ક્ષણમાં જગતના પદાર્થોને પ્રકાશ કરે છે તેમ જ્ઞાન પણ સર્વ જાણવાયોગ્ય પદાર્થોને એક સમયે પ્રકાશ કરે છે.
“સૉ નાનારિ તત્વ જ્ઞા” જે સર્વ ને જાણે તે જ્ઞાન છે. પ્રત્યેક આત્મા સ્વભાવથી શુદ્ધ છે, જ્ઞાયક સ્વભાવ છે,સિહ શુદ્ધ આત્માના જેવો જ દરેક આત્માને સ્વભાવ છે. ભિન્ન પ્રદેશની અપેક્ષાએ દરેક આત્માની સત્તા ભિન્ન ભિન્ન છે, પરંતુ ગુણ અને સ્વભાવની અપેક્ષાએ પરસ્પર કેઈ અંતર નથી. સર્વ સિદ્ધ અને સંસારી જીવ સમાન છે. પરમાત્મા કે સિદ્ધાત્માને સર્વ અને સર્વદર્શી અથવા અન તજ્ઞાન અને અનંતદર્શનયુક્ત એટલા માટે કહેવાય છે કે તેમના જ્ઞાન ગુણપર કેઈ આવરણ પડે કે મેલ