________________
४४४
ण मरइ तावेत्थ मणो जाम ण मोहो खयंगओ सव्वो। खीयंति खीणमोहे सेसाणि य घाइकम्माणि ॥६४॥
જ્યાં સુધી સર્વ મોહને ક્ષય થતો નથી ત્યાં સુધી મનનું મરણ થતું નથી. મેહને ક્ષય થવાથી શેષ ત્રણ ઘાતિયાં કર્મોને પણ ક્ષય થઈ જાય છે.
णिहए राए सेण्णं णासइ सयमेव गलियमाहप्पं । तह णिहयमोहराए गळंति णिस्सेसघाईणि ॥ ६५ ॥
જેમ રાજાના મરણથી રાજાની સેના પ્રભારહિત થઈને સ્વય નાસી જાય છે તેમ મહારાજાના નાશ થવાથી સર્વ ઘાતિયાં કર્મ નાશ પામી જાય છે.
धम्माभावे परदो गमणं णस्थिति तस्स सिद्धस्स । अस्थइ अणंतकालं लोयग्गणिवासिउं होउं ॥७॥
અલકાકાશમાં ધર્મ દ્રવ્ય નથી તેથી શ્રી સિદ્ધ ભગવાનનું ગમન લેકની બહાર થતું નથી. તે લેકના અગ્રભાગમાં અનંતકાલ પર્યત નિવાસ કરીને રહે છે.
संते वि धम्मदव्वे अहो ण गच्छइ तह य तिरियं वा । उड्ढं गमणसहाओ मुक्को जीवो हवे जम्हा ॥७१॥
લેકમાં સર્વત્ર ધર્મ હોવા છતાં પણ મુક્ત જીવ નથી નીચે જતા કે નથી આઠ દિશાઓમાં જતા કિંતુ ઉપર જ જાય છે કારણ કે જીવને ઊર્ધ્વગમન સ્વભાવ છે. (૧૫) શ્રી યોગેંદ્રદેવ ચોગસારમાં કહે છે –
मग्गणगुणठाणइ कहिया ववहारेण वि दिहि । णिच्छइणइ अप्पा मुणहु जिम पावहु परमेट्टि ॥१७॥
ચૌદ માગણીઓ અને ચૌદ ગુણસ્થાન વ્યવહાનયથી જીવનાં કહ્યાં છે. નિશ્ચયનયથી આત્માને એનાથી રહિત ધ્યા, જેથી પરમેષ્ઠિ પદની પ્રાપ્તિ થઈ શકે.