________________
प्रज्ञा तथा च मैत्री च समता करुणा क्षमा । सम्यक्त्वसहिता सेव्या सिद्धिसौख्यसुखप्रदा ॥ २६७ ॥
આત્મા અને અનાત્માને વિવેક તે પ્રજ્ઞા છે, પ્રાણીમાત્રનું હિત ઈચ્છવું તે મૈત્રી છે, સર્વ ઉપર સમાન ભાવ તે સમતા છે, દુઃખી ઉપર દયાભાવ તે કરુણા છે. જે સમ્યગ્દર્શનસહિત આ સર્વ સચ્ચાનું સેવન થાય તે મોક્ષસુખને લાભ થાય છે. (૨૪) શ્રી શુભચન્દ્રાચાર્ય જ્ઞાનાર્ણવમાં કહે છે –
कषायाः क्रोधायाः स्मरसहचराः पञ्चविषयाः । प्रमादा मिथ्यात्वं वचनमनसी काय इति च ॥ दुरन्ते दुर्ध्याने विरतिविरहश्चेति नियतम् । स्रवन्त्येते पुंसां दुरितपटलं जन्मभयदम् ॥ ९-७ ॥
પહેલું મિથ્યાત્વરૂપ પરિણામ, બીજુ અવિરતિરૂપ પરિણામ, ત્રીજું કામના સહકારી પાચ ઇન્દ્રિયના વિષા,ચેથુ સ્ત્રી કથા આદિ પ્રમાદ ભાવ, પાંચમું ધાદિ કષાય, છઠ્ઠ આ રૌદ્ર બે અશુભ ધ્યાન, સાતમું મન, વચન, કાયાની અશુભ ક્રિયા એ સર્વ પરિણામ પ્રાણુઓને સંસારમાં ભયકારી પાપકર્મના આસવના કારણ છે.
द्वारपालीव यस्योचैर्विचारचतुरा मति.।। हृदि स्फुरति तस्याघसूतिः स्वप्नेऽपि दुर्घटा ॥ ॥१०-८ ॥
જે પુરૂષના હૃદયમાં દ્વારપાલ સમાન વિવેકબુદ્ધિ પ્રગટ છે, તેને પાપની ઉત્પત્તિ સ્વપ્નમાં પણ થતી નથી, વિવેથી તે હિતકારી પ્રવૃત્તિ જ કરે છે. विहाय कल्पनाजालं स्वरूपे निश्चलं मनः । यदाधत्ते तदैव स्यान्मुनेः परमसंवरः ॥ ११-८॥
જે સમયે મુનિ સર્વ કલ્પનાઓના સમૂહને છોડીને પિતાના