________________
૪૭૧
પરવ્યની ચિંતા કર્મબ ધનું કારણ છે. જ્યારે શુદ્ધ આત્મદ્રવ્યનું ચિંતનમાત્ર કર્મોથી મુક્તિ આપનાર છે. (૨૬) ૫૦ બનારસીદાસજી નાટક સમયસારમાં કહે છે
સયા-ર૩. ભેદવિજ્ઞાન જ જિન્હ ઘટ, સીતલ ચિત્ત ભયે જિમ ચદન,
છેલિ કરે શિવ મારગમેં, જગમાંહિ જિનેશ્વરકે લઘુનદન; સત્યસ્વરૂપ સદા જિcકે, પ્રગટયો અવદાત મિથ્યાત નિકંદન શાંતદશા તિનકી પહિચાનિ, કરે કરજોરિ બનારસી બદન ૬
જેના હૃદયમાં જડ અને ચિતન્યનું ભેદજ્ઞાન જાગ્રત થયું છે, તેનું ચિત્ત સમસ્ત સંસારના તાપથી રહિત ચંદન સમાન શીતળ થયું છે, તે પુરુષની મેક્ષમાર્ગમાં રમણતા છે. તે આ જગતમાં જિનેશ્વરને લઘુપુત્ર છે કારણ કે અતિ અલ્પકાળમાં તે જિનેશ્વર થવા ચોગ્ય છે. જેના હૃદયમાં મિથ્યાત્વને નાશ કરનાર નિર્મળ એવું સત્યાર્થ સ્વરૂપે પ્રગટ થયું છે તે પુરુષની શાંત દશાને ઓળખી બનારસીદાસ હાથ જોડી વંદન કરે છે.
સવૈયા-૨૩ સ્વારથકે સાચે પરમાથકે સાચે ચિત્ત,
સાચે સાચે જૈન કહે સાચે જૈનમતિ ; કાÉકે વિરહી નહિ પરજાય બુદ્ધિ નહિ,
આતમગવેષી ન ગૃહસ્થ હૈ ન થતિ હૈ. રિદ્ધિ સિદ્ધિ વૃદ્ધિ દીસે ઘટમેં પ્રગટ સદા,
અતરકી લછિસૌ અજાચી લક્ષપતિ હૈ. દાસ ભગવતકે ઉદાસ રહે જગતસીં,
સુખિયા સદૈવ ઐસે જીવ સમકિતી હૈ. ૭